G20 શિખર સંમેલનને અંતર્ગત સરકાર તરફથી સર્વપક્ષીય બેઠક બોલાવવામાં આવી. જેમાં 40 પક્ષોના અધ્યક્ષોને બોલાવ્યા હતા. જેમાં નડ્ડા, ખડગે, દેવગૌડા, યેચુરી, ડી.રાજા, નાયડૂ, સ્ટાલિન, જગન મોહન રેડ્ડી, અરવિંદ કેજરીવાલ, મમતા બેનર્જી, પ્રેમસિંહ તમાંગ, એકનાથ શિંદે અને નવીન પટનાયક સહીત અન્ય નેતા હાજર રહ્યા હતા. ભારતે 1 ડિસેમ્બરે G20 અધ્યક્ષ પદ સંભાળ્યું હતું. તેનો કાર્યકાળ 20 નવેમ્બર, 2023 સુધી રહેશે. PM મોદીએ G20 સમિટને ખૂબ જ સફળ બનાવવા માટે તમામ પક્ષોનો સહયોગ માંગ્યો.!