૧૨૯ વિધાનસભા મતવિસ્તાર ની આજરોજ વિધાનસભાની ચૂંટણી યોજાઈ ગઈ.જેમાં ફતેપુરા તથા સંજેલી વિસ્તારમાં શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન યોજાયું હતું જ્યારે સુખસર વિસ્તારમાં પણ એકંદરે શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન થવા પામ્યુ છે જોકે મારગાળાના પીપેર ફળિયા બુથ કેન્દ્ર ઉપર ભાજપના કાર્યકર્તાઓ દ્વારા કોંગ્રેસના એજન્ટ ઉપર ચપ્પુથી હુમલો કરતા એક વ્યક્તિને પેટમાં ચપ્પુ વાગ્યું હોવાનું જાણવા મળે છે અને ઇજાગ્રસ્તને સુખસર સરકારી દવાખાનામાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે દાહોદ ઝાયડસ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવેલ હોવાનું જાણવા મળે છે. ચૂંટણી સંબંધી થયેલ તકરાર ઉગ્ર સ્વરૂપ ધારણ કરે નહીં તે હેતુથી પોલીસ કાફલો મારગાળાના પીપેર ફળિયા બુથ કેન્દ્ર ખાતે દોડી આવ્યા હતા.

ફતેપુરા વિધાનસભા મતવિસ્તારની યોજાયેલ ચૂંટણી પ્રક્રિયામાં કુંડલાના ઉમરી માળ ફળિયા બુથ કેન્દ્રમાં સામાન્ય બોલાચાલી તથા મારગાળાના પીપેર ફળિયા બુથ કેન્દ્ર ઉપર ભાજપના કાર્યકર્તા દ્વારા કોંગ્રેસના એજન્ટને ચપ્પુ મારવાના બનાવને બાદ કરતાં ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થવા પામી છે.જેમાં કુંડલાના ઉમરી માળ ફળિયા બુથ કેન્દ્ર ઉપર ચૂંટણી સંબંધી સામાન્ય બોલાચારી થઈ હતી પરંતુ સમજાવટથી મામલો થાળે પડ્યો હતો જ્યારે મારગાળાના પીપેર ફળિયા બુથ કેન્દ્ર ઉપર કોંગ્રેસના એજન્ટ રમણભાઈ મલીયાભાઈ ભગોરાનાઓ દ્વારા ભાજપ તરફી બોગસ મતદાન નહીં કરવા દેતા ઉશ્કેરાયેલા ભાજપના કાર્યકર્તા દ્વારા રમણભાઈ ભગોરાને પેટમાં ચપ્પુ હલાવ્યું હતું જેઓને તાત્કાલિક સુખસર સરકારી દવાખાનામાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ રમણભાઈ ભગોરાને વધુ સારવાર માટે દાહોદ ઝાયડસ હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.

ચૂંટણી સંબંધી તકરારમાં એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થતા મામલો વધુ બીચકે નહીં તે હેતુથી પોલીસ કાફલો સ્થળ ઉપર દોડી આવ્યા હતા.અને બાજી સંભાળી લીધી હતી.