આવાજ ન્યુઝ 24×7

  આર.એચ.રાજપૂત તા:06/12/2022

       બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર વાવ ગામે પીવાની પાણીની પાઇપ લાઇન તેમજ તે બાબતે સંદર્ભિત કામોમાં ગેરરીતિ થઈ તેની લેખિત રજૂઆત કરવામાં આવી હતી જે સદર બાબતે જણાવવામાં આવ્યું છે કે, બનાસકાંઠા જિલ્લાના વાવ ગામમાં રુર્બન યોજના હેઠળ જળ સે નલ તક પાણી પહોંચાડવા તેમજ વાવની ચો ફેર 42 કિલોમીટર પાણી ની પાઇપલાઇનની કામગીરી, સંપ અને ટાંકાની અંદાજીત 4.50 કરોડના જે કામો થઈ રહેલ છે તેમાં અમુક લેભાગુ તત્વો તેમજ કોન્ટ્રાકટર દ્વારા જે સૂચિત નકશા દ્વારા કામ કરતા નથી અને જ્યાં સૂચિત છે તે મુજબની ક્વોલિટી ની પાઇપો વાપરતા નથી, જ્યાં કામ પૂર્ણ થયેલ તે રસ્તાઓનું રીપેરીંગ કામ પણ કરતા નથી, અમુક વિસ્તારોમાં માત્ર પાઇપ ના ડંડા ઉભા કરી કનેકસન જોડ્યા વગર આધાર સીડિંગ કરી દીધેલ છે, લાગતા વળગતા મળતિયા વ્યક્તિઓના ખેતરો સુધી પણ પાણીની લાઈનો નાખવામાં આવેલ છે, વાવ ગામના મધ્યભાગના વિસ્તારો કે જેમાં જેન વાસની તમામ શેરીઓ, વેંઝિયા વાસ, મોચી વાસ, માળી વાસ, વગેરે વિસ્તારોમાં પાઈપ લાઈનો નાખવામાં આવેલ નથી, પાણીના સંગ્રહ કરવાના ટાંકામાં કોઈ જ ટેકનીકલ હાજર રાખ્યા વિના બિલકુલ બોઘસ કામગીરી કરવામાં આવી છે અને ટાંકાને તિરાડો પણ પડી ગયેલ હતી જેને એજન્સીએ તત્કાળ પ્લાસ્ટર કરીને તેની પર પડદો નાખ્યો છે તેમજ કોઇપણ ગામનો ભુ-ભાગ સમતળ હોતો નથી તેના કારણે ટેકનિકલ એન્જીનીયરીંગની મદદ લેવામાં આવે છે પરંતુ વાવ ગામે કોઈ આવી ટેકનિકલ ગતિવિધિ વિના માત્ર જમીનથી કોઈ પણ લેવલ જાણ્યા વગર ફક્ત ને ફક્ત બે કે ત્રણ ફૂટ ની ઉંડાઈએ પાઇપ લાઇન નાખવામાં આવે છે. આ મુજબની કામગીરીના કારણે જે ગામ લોકોને પીવાના પાણીના પ્રશ્નો છે તેથી પણ વધુ પ્રશ્નો ઉદ્દભવવાની સંભાવના રહેલી છે.  

      ઉપર મુજબની બાબતો ને વાવ ગામના જાગૃત, સેવાભાવી અને નીડર નિષ્પક્ષ વ્યક્તિત્વ ધરાવતા વેંઝિયા નરેશકુમાર રાણાજીએ (1) પી.એમ.ઓ ઓફીસ, (2) રાજ્યપાલ, (3) સી.એમ.ઓ ઓફીસ, (4) મંત્રીશ્રી આરોગ્ય અને પરિવાર કલ્યાણ તબીબી શિક્ષણ જળસંપતિ અને પાણી પુરવઠા, (5) કલેકટર, સચિવશ્રી નર્મદા જળ સંપતિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ, (6) સભ્ય સચિવ ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ, (7) તાલુકા વિકાસ અધિકારી, (8) જીલ્લા વિકાસ અધિકારી, (9) મુખ્ય ઇજનેર સાહેબ ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ, (10) મુખ્ય ઇજનેરશ્રી ઓપરેશ સેલ, (11) અધિક ઈજનેરશ્રી જા.આ.વર્તુળ, (12) કાર્યપાલક ઈજનેરશ્રી જાહેર આરોગ્ય બાંધકામ વિભાગ, (13) અધિક અંગત સચિવશ્રી મંત્રીશ્રી શિ.ત.ક.પ આ.જ, (14) નાયબ કાર્યપાલક ઇજનેર તેમજ આ કામે જે તે લાગતા વળગતા અધિકારીઓ ને લેખિત તેમજ મૌખિક જણાવવામાં આવેલ હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નહોઈ અને જે કાર્યવાહીના રિપોર્ટો આવેલ તેમાં કોન્ટ્રાકટર ફેવરની વાત હોતા અરજદારે તારીખ 02/12/2022ના રોજ મહામાહી રાષ્ટ્રપતિશ્રી ભારત વર્ષને આ તમામ બાબતો આવરી લેતી તેમજ કરોડો રૂપિયાની ગેરરીતિઓ આચરતા કોન્ટ્રાકટર વિરુદ્ધ તેમજ તેમને છાવરતા જવાબદાર તંત્ર વિરુધ કાર્યવાહી કરવાની લેખિત રજૂઆત કરી છે. 

        વધુમાં અરજદારરે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, વાવ ગામે સરકારશ્રી કરોડોના ખર્ચે 15000 વસ્તીને પીવાની પાણીની વ્યવસ્થા કરતી હોય ને આ સદર કામોમાં મોટો ભ્રષ્ટાચાર આચરાયેલ હોઈ તે બાબતે જવાબદાર તંત્રને લેખિત કે મૌખિક રજુઆતો કરતા જવાબદાર તંત્ર આંખ મીચામણું કરતુ હોય અને અમોની કરેલ રજુઆતો ધ્યાને ન લેતાં અમોને મહામહિમ રાષ્ટ્રપતિશ્રી ભારતવર્ષને રજૂઆત કરવાની ફરજ પડી છે અને આટ-આટલી રજુઆતો કરતાં પણ દિવસ 30માં જો કોઈ સાચી દિશામાં તપાસ આદરવામાં નહિ આવે તો અમોએ નામદાર કોર્ટનો પણ સહારો લેતાં ખચકાશું નહિ એમ અરજદાર નરેશકુમાર રાણાજી વેંઝિયા એ જણાવ્યું હતું.