મહિસાગર જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા રાઠડા બેટ પર મતદાન મથક સ્થાપિત કરવામાં આવ્યું છે, જેથી મતદારો તેમના મત આપવાના મૂળભૂત અધિકારથી વંચિત ન રહે અને તેઓને મત આપવા માટે દુર જવું ન પડે. ચુંટણી કામગીરી સોંપાયેલ જિલ્લાનો તમામ સ્ટાફ બોટ દ્વારા આ બેટ સુધી પહોંચ્યો અને મતદાન માટે જરુરી તમામ સામગ્રી જેવી કે ઈવીએમ મશીન, ડોકટરી કીટ, સ્ટાફ માટે જરુરી વસ્તુઓ, મતદાન મથકની ભૌતિક જરુરીયાતો વગેરે બોટ મારફતે સુરક્ષા સાથે પહોંચાડવામાં આવી. આ મતદાન મથકને આદિવાસી જીવનશૈલીને રજુ કરતી વિવિધ આદિવાસી કળાઓથી સુશોભિત કરવામાં આવ્યું છે. અહીં ઉલ્લેખનીય છે કે, જિલ્લાની મહીસાગર નદી પર આવેલા કડાણા ડેમના જળાશય વિસ્તારમાં આવેલો આ એક અનોખો બેટ છે. આ બેટ પર 376 પુરૂષ અને 336 સ્ત્રી મળી લગભગ 712 મતદારો છે, જેઓ મુખ્યભૂમિથી દૂર તેમના મૂળ બેટ પર રહેવાનું પસંદ કરે છે. આ બેટની ભૌગોલિક સ્થિતી એવી છે કે ત્યાં જવા માટે કોઈ રોડ કે રસ્તો બનાવી શકાય તેમ નથી, ત્યાં જવા માટે માત્ર એક જ ઉપાય જળમાર્ગ છે, જેમાંથી બોટના સહારે સામાન્ય સ્થિતીમાં અવર જવર કરી શકાય. મતદાન મથક માટે તેની ભૌતિક અને ભૌગોલિક વિશિષ્ટતા અને અંતરને ધ્યાનમાં રાખીને અલાયદો માર્ગ નક્કી કરવામાં આવેલ છે. આ બેટ શૅડો એરિયામાં હોવાથી કનેક્ટિવિટી માટે પોલિંગ સ્ટાફને અલગ વાયરલેસ સેટ આપવામાં આવેલ છે. બેટ પરની શાળાનો મતદાન મથક તરીકે ઉપયોગ થાય છે. મતદાન માટે રિટર્નિંગ ઓફિસર દ્વારા તમામ AMF (જરુરી તમામ સામાન્ય સુવિધા) ની ખાતરી કરવામાં આવે છે. વધુમાં, આ સ્થાનને આગામી ગુજરાત વિધાનસભા ચૂંટણી-2022 માટે મોડેલ મતદાન મથક તરીકે પસંદ કરવામાં આવ્યું છે. સર્વસમાવેશક ચૂંટણી સુનિશ્ચિત કરવા માટે ગુજરાત અને મહિસાગર જિલ્લા ચુંટણીતંત્રના પ્રયાસનું આ ઉત્તમ ઉદાહરણ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
BAN vs SL World Cup 2023: बांग्लादेश ने श्रीलंका को बुरी तरह से हराया, जानें मैच की पूरी कहानी?
BAN vs SL World Cup 2023: बांग्लादेश ने श्रीलंका को बुरी तरह से हराया, जानें मैच की पूरी कहानी?
ગળતેશ્વર તાલુકાના વાડદ ખાતે પ્રાથમિક શાળાનો 158 માં જન્મદિવસ ની ઉજવણી કરાઇ.
ગળતેશ્વર તાલુકાના વાડદ ખાતે પ્રાથમિક શાળાનો 158 માં જન્મદિવસ ની ઉજવણી કરાઇ.
24 से 2 अक्टूबर तक का मौसम,उत्तर भारत समेत मध्य भारत में होगी भारी बारिश,हो जाए सावधान।।
24 से 2 अक्टूबर तक का मौसम,उत्तर भारत समेत मध्य भारत में होगी भारी बारिश,हो जाए सावधान।।
JETPUR મોરબી ઝુલતા પૂલની દુર્ઘટનાના મૃતકોને ધોરાજીવાસીઓએ શ્રધ્ધાંજલી પાઠવી 05-11-2022
JETPUR મોરબી ઝુલતા પૂલની દુર્ઘટનાના મૃતકોને ધોરાજીવાસીઓએ શ્રધ્ધાંજલી પાઠવી 05-11-2022