ગુજરાતની ઈસાન સરહદે આવેલી અમીરગઢ બોડર પરથી આજે વાહન ચેકીંગ દરમિયાન એક ગાડીમાંથી 27 લાખની રોકડ રકમ મળી આવી હતી. અમીરગઢ પોલીસ માવલ બોર્ડર પર રૂટિંગ ચેકીંગ કરી રહી હતી.
જે દરમિયાન રાજસ્થાન તરફથી એક શંકાસ્પદ ગાડી આવતા પોલીસે તેને સાઈડમાં કરાવી તપાસ કરતા ગાડીમાંથી રોકડા 27 લાખ જેટલી મોટી રકમ મળી આવી હતી. જેથી પોલીસે ગાડીમાં સવાર ત્રણ ઈસમોની અટકાયત કરી હતી. સમગ્ર મુદ્દામાલ અમીરગઢ પોલીસ સ્ટેશન લાવી તપાસ હાથ ધરાઈ છે.
અમીરગઢ પોલીસે પૂછપરછ કરતા ત્રણેય ઈસમ રાજેસ્થાનના નાગોરના હોવાનું જાણવા મળ્યું હતું. આ ઈસમો ક્યાંથી પૈસા લઈને આવ્યાં અને કયા લઈ જવાના હતા ? તે અંગે કોઈ માહિતી સામે આવી નથી. ઈસમો જોડે 27 લાખ જેટલી રકમના આધાર પુરાવા અંગે અમીરગઢ પીઆઇએ તપાસ હાથ ધરી છે.