ભાવનગર જિલ્લાની ઐતિહાસિક તળાજા નગરી ને જૈન તીર્થસ્થાન ન કારણે તાલધ્વજ નગરી પણ કહેવામાં આવે છે.અહીંના ડુંગર પર આવેલ જૈન દેરાસર ના મધ્યભાગમાં આવેલ દાયકાઓ જૂની દીવાલ નો કાટખૂણાનો ભાગ તૂટીને હેઠે પડ્યો હોય તેમની મરામત શરૂ કરવામાં આવી હતી આવી છે. જોકે આજે દિવાલ પડી હોવાની વાત વહેતી થઈ હતી.

           તળાજાના વારાહી મંદિરથી તાલધ્વજ ડુંગર ના ઉપરના ભાગે નજર કરવામાં આવે તો જિનાલય ફરતે આવેલી દીવાલનો કાટખૂણાનો ભાગ ધરાસાઈ થયો હોય તેમ જોવા મળે છે. આ તૂટેલા ભાગના આજે ફોટાઓ અને વાત વહેતી થઈ હતી કે દાયકાઓ જૂની દીવાલ તૂટી પડી છે. આ બાબતે તળાજાના જૈન શ્રેષ્ઠ નંદિશભાઈ એ જણાવ્યું હતું કે ચોમાસા દરમિયાન આ દિવાલ પડી ગઈ હતી.જેનું મરામતનું કામ શરૂ કરવામાં આવ્યું છે.