આજે બીજા તબક્કાનું મતદાન હોવાથી ઠાસરા તાલુકાના વનોડા ગામે મતદારો પોતાના ધારાસભ્યને ચૂંટવા એકઠ્ઠા થયાં હતાં. ગળતેશ્વર તાલુકાના વનોડા ગ્રામ પંચાયતનું મતદાન બે બુથ પર વહેચવામાં આવ્યું હતું.૧ વનોડા પ્રાથમિક શાળા અને ૨ ઢેકરિયા પ્રાથમિક શાળામાં. ત્યારે ચૂંટણીને લઇ કોઇપણ જગ્યાએ બબાલ ન થાય તે માટે પોલીસનો કાફલો બંને બુક પર તૈનાત કરી દેવામાં આવ્યો હતો.જેથી કોઇપણ પ્રકારની બબાલ થયાં વિના શાંતિપૂર્વક મતદાન થયું હોવાની વાત સામે આવી છે.