અંકલેશ્વર GIDCની કર્માતુર ચોકડી પાસે આવેલ ક્રિષ્ના એન્ટરપ્રાઇઝમાં મોડી રાતે અચાનક આગ લાગતાં મચી દોડધામ. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં બાજુમાં આવેલ કેમી ફાયબર કંપની પણ આગની જપેટમાં આવી. અંકલેશ્વર DPMC સહિતના ફાયર ફાઇટરોએ ઘટના સ્થળે દોડી આવી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો.ઘટનામાં હાલ જાનહાનિ ના કોઈ એહવાલ નહિ પરંતુ બંને કંપની બળીને ખાખ થતાં મોટું નુકશાન.