ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાની 93 બેઠક પર આજે મતદાન યોજાઈ રહ્યું છે. જ્યારે બનાસકાંઠા જીલ્લાની 9 બેઠકો પર સવારે 8 વાગ્યાથી મતદાનનો પ્રારંભ થઈ ચૂક્યો છે . જિલ્લાની નવ બેઠકો પર 11 વાગ્યા સુધીમાં 21 ટકી મતદાન થયું છે. જીલ્લામાં સૌથી વધુ થરાદમાં 25.58 ટકા અને સૌથી ઓછું દાંતામાં 17.15 ટકા મતદાન નોંધાયું છે. બનાસકાંઠા જીલ્લાની 9 બેઠકોના 24,90,926 મતદારો 75 ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે. બનાસકાંઠા જીલ્લામાં 11 વાગ્યા સુધીમાં. વાવ : 18.98 %, વડગામ : 21.52 %, થરાદ : 25.58 %, પાલનપુર : 18.94 %, કાંકરેજ : 23.12 %, ધાનેરા : 22.00 %,  દિયોદર : 23.62 %, ડીસા : 19.02 %, દાંતા : 17.15 %  મતદાન થયુ છે