ધારી - ૯૪ વિધાનસભા ની ચુંટણી ગત ૧ ડીસેમ્બર ના રોજ યોજાણી અને આગામી ૮ ડીસેમ્બર ના રોજ ધારીની જનતા પોતાના તાજી ધારાસભ્ય મેળવશે. પરંતુ આ બધાની વચ્ચે ભાજપ-કોંગ્રેસ-આમ આદમી પાર્ટી કે અન્ય પાર્ટીના અથવાતો અપક્ષ ના જે કોઈ ધારાસભ્ય ચુંટાશે તેમના માટે ધારી શહેર અને તાલુકા ની જનતાની પાયાની આરોગ્ય લક્ષી સુવિધાઓ એટલે કે ધારી ની સિવિલ હોસ્પિટલ ની મડાગાંઠ તાત્કાલિક ઉકેલવી જરૂરી છે. સિવિલ હોસ્પિટલ નુ ખખડધજ બિલ્ડીંગ ગમે તે ધડીએ ધરાશય થયને અકસ્માત નોતરે એ પેહલા ચુંટણી અગાઉ જર્જરિત થયેલ બિલ્ડીંગ ની સામે આવેલ આંખ ની સારવાર માટેના વોર્ડમાં તાત્કાલિક હોસ્પિટલ ફેરવવી પડેલ છે. આ વિભાગમાં દરદીઓની સંખ્યા ને ધ્યાનમાં લઈએ તો ભારે અસુવિધા ઓ દેખાય છે. ધારી તાલુકાના અનેક દરદીઓ માટે આશાના કીરણ સમાન હોસ્પિટલમાં હાલમાં અનેક અગવડતા ઓ દેખાય છે. વરસોથી આંખોની સારવાર આપતા ડોકટર નિવૃત્ત થતા ધારીની સિવિલ હોસ્પિટલ ને આંખના વોર્ડમાં ફેરવીને સત્તાધીશો એ ખરેખર ઢાંકપીછોડા કરેલ છે.ધારીની જનતાને આંખના વોર્ડમાં સિવિલ હોસ્પિટલ ફેરવાયાની સરપ્રાઈઝ આપતા સત્તાધીશો આંખ વિભાગમાં ડોકટર ની નિમણૂક કરીને રાબેતા મુજબ આંખોની સારવાર હવે આપી શકશે કે કેમ એ પણ એક વેધક સવાલ છે. જનતા ના ચુકાદા થી ચુંટાયેલા તાજી ધારાસભ્ય ધારીની સિવિલ હોસ્પિટલ ના ખખડધજ બિલ્ડીંગ ની જગ્યાએ નવુ બિલ્ડીંગ જનતાને ભેટમાં આપશે કે પછી ચુંટાયેલા લોક પ્રતિનિધિ ની આદત મુજબ પાયાની સુવિધાઓ આપવામાં આંખ આડા કાન કરશે ??? તેવો ગણગણાટ લોકોમાં સંભળાય રહેલ છે

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं