» અમિત શાહ, પાટીલ, ભૂપેન્દ્ર પટેલ અને રત્નાકાર વચ્ચે દોઢ કલાક જેટલા લાંબા સમય સુધી કમલમ ખાતે ચર્ચા ચાલી હતી. ભાજપે પ્રથમ તબક્કાના ઉમેદવારોને કમલમ પર મળવા માટે બોલાવી લીધાં છે અને છ તારીખે બીજા તબક્કાના ઉમેદવારોને પણ મળવા આવવા કહી દેવાયું છે. મૂળમાં આ નેતાઓ ચૂંટણી પછી બનનારી ભાજપ સરકારના નવા મંત્રીમંડળને લઇને પણ ડિઝાઇન બનાવી રહ્યા હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. આ દરમિયાન તેમણે સોમવારે મતદાન વધે તે માટે આવશ્યક પ્રયત્નોને લઇને વ્યૂહ બનાવ્યો હોવાનું સૂત્રો જણાવે છે. ભાજપના આ શીર્ષષ્ઠ નેતાઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે કુલ મળીને ઓછામાં ઓછી 130 બેઠકો પર ભાજપનો વિજય થશે અને પ્રથમ તબક્કાની 89 પૈકી પણ મોટી સંખ્યામાં જીત મળે તેવાં સંકેતો છે.