ધારી થી સરસીયા ની વચ્ચે ખોખરા મહાદેવ ગામથી વેકરાળા નદીની વચ્ચેના વિસ્તારમાં છેલ્લા ત્રણેક માસ દરમિયાન સાંજના સુમારથી લયને રાત્રી ના ૯ વાગ્યા સુધીમાં સમયાંતરે અનેક ટુ વ્હીલચર ચાલક, છકડો રીક્ષા ચાલક અને એકલ દોકલ નીકળતા અન્ય વાહનચાલકોને આંતરીને કોઈક ગુનાહિત કામગીરી કરી રહીયાની વાતો લોકમુખે થય રહેલ છે. અનેક લોકોને આંતરી ને નાની મોટી રકમની લુંટ ચલાવનારા શખ્સોની સામે કોઈપણ જાતની ફરિયાદ હજીસુધી નોંધાઈ નથી. સરસીયા ગામના છકડો રીક્ષા ચાલકોને પણ અસંખ્ય વખત આંતરવા ઉભા રહેલા શખ્સો પથ્થરમારો પણ કરતા હોવાનું રીક્ષા ચાલકો જણાવી રહેલ છે.અમૂતપુર ગામના એક ભરવાડ યુવાન ને પણ આ ગુનાહિત શખ્સોએ.રોકીને લુંટ ચલાવેલ હતી. છેલ્લા ત્રણેક માસથી લુંટ ચલાવનારા શખ્સોની સામે પોલીસ ફરિયાદ થાય તો પોલીસ આ લુંટ ચલાવનારા શખ્સોને ગોતી કાઢશે તેવી વાતો લોકો કરી રહેલ છે