થરા કોલેજમાં ગીતાજયંતીની ઉજવણી કરવામાં આવી.

                    શ્રી એસ.એ.સુરાણી વિધાસંકુલ અંતર્ગત શ્રીમતી કે.કે.શાહ આર્ટ્સ એન્ડ શ્રીમતી એલ.બી.ગુંજારીયા કોમર્સ કોલેજ થરામાં તા.3/૧૨/૨૦૨૨ ના રોજ કોલેજના પ્રિ.ડૉ.ડી.એસ.ચારણ ના અધ્યક્ષપદે શ્રીમદ્ ભગવદ્ ગીતાજયંતી ની ભાવસભર ઉજવણી કરવામાં આવી. આ પવિત્ર પ્રસંગે પ્રિન્સીપાલશ્રીએ શ્રીમદ્ ભગવદ્ ગીતા એ “જીવન કલાનું ઉપનિષદ” છે એ સંદર્ભે વિદ્વતાપૂર્ણ તત્વબોધ પૂર્ણ પ્રેરક પ્રવચન આપીને અમૃતપાન કરાવ્યું હતું. પ્રા.ડૉ.આર.આર.રોહિતે ગીતામાં જ્ઞાન-કર્મ-ભક્તિ અને મોક્ષદા એકાદશીના સંદર્ભે વિધાર્થીઓને ગીતાનું રસપાન કરાવ્યું હતું. આ પ્રસંગે સમગ્ર અધ્યાપક ગણ અને વિધાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા . આ સમગ્ર કાર્યક્રમનું સુચારું સંચાલન. પ્રા.ઝીલ.વી.શાહ, પ્રા.મધુ પી.પરમારે કર્યું હતું

અહેવાલ માનસિંહ ચૌહાણ કાંકરેજ