આવાજ ન્યુઝ 24×7
આર.એચ.રાજપૂત(વાવ) 04/12/2022
મતદાનનો સમય સવારે 8:00 થી સાાંજના 5:00 સુધીનો છે
મતદાન મથકમાાં મોબાઈલ ફોન લઈ જવા પર પ્રતિબંધ છે
વોટર ઇન્ફોમેશન સ્લીપ માત્ર બુથની જાણકારી માટે છે,મતદાન કરવા માટે માન્ય 12 પ્રકારના ઓળખ દસ્તાવેજમાાંથી કોઈપણ એક અસલમાાં લઈને જવા મતદારોને અપીલ
ગુજરાત વિધાનસભા ચુંટણીમાાં બીજા તબક્કામાાં 14 જિલ્લામાં 93 વિધાનસભામ તવિસ્તારોમાં તા. 5 મી ડિસેમ્બરે, સોમવારે મતદાન યોજાશે.
મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતીએ મતદારોને ખાસ અપીલ કરતાાં જણાવ્યું હતું કે, મતદાનનો સમય સવારે 8:00 વાગ્યાથી સાાંજના 5:00 વાગ્યા સુધીનો છે. કોઈપણ મતદાર મતદાન બુથમાાં મોબાઇલ ફોન સાથે લઈ જઈ શકશે નહીં. વોટર ઇન્ફોમેશન સ્લીપ એટલે કે મતદાર કાપલી માત્ર મતદાન બુથની જાણકારી માટે છે, એ કાપલી મતદાન કરવા માટેના ઓળખ દસ્તાવેજ તરીકે માન્ય રહેશે નહીં.
મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતીએ મતદારોને વિશેષ જાગૃત કરતા જણાવ્યું હતુાં કે, તા. 5 મી ડિસેમ્બરે પણ મતદાનનો સમય સવારે 8:00 વાગ્યા થી સાાંજે 5:00 વાગ્યા સુધીનો છે. પ્રથમ તબક્કાના મતદાન વખતે કેટલાક મતવિસ્તારોમાં મતદાન માટેના સમયગાળા બાબતે મતદારોમાાં દ્વિધા હતી. આવુાં ન થાય અને દરેક જાગૃત નાગરિક સમયસર મતદાન કરી શકે એ માટે સૌએ ખાસ નોંધ લેવાની આવશ્યકતા છે
શ્રીમતી પી. ભારતીએ સ્પષ્ટતા કરતાાં જણાવ્યું હતુાં કે, મતદાન મથકની અંદર મોબાઈલ ફોન લઈ જવા પર પ્રતિબંધ છે, એટલે મોબાઈલ ફોનમાાં સાચવેલા ઓળખ દસ્તાવેજો મતદાન મથકમાાં ફરજ પર રહેલા અધિકારીઓ-કર્મચારીઓને દર્શાવવા સંભવ બની શકશે નહીં. મતદારોએ આ માટે જરૂરી ઓળખ પુરાવા પોતાની સાથે લઈને જવા તેમણેઅપીલ કરી હતી.
પ્રથમ તબક્કા દરતમયાન ચૂંટણી તંત્રના જાણમાાં આવ્યું છે કે, કેટલાક મતદારો પોતાને મળેલી વોટર ઇન્ફોમેશન સ્લીપ ઓળખ દસ્તાવેજ તરીકે સાથે લઈને મતદાન કરવા ગયા હતા. વોટર ઇન્ફોમેશન સ્લીપ મતદારોના બુથની જાણકારી માટે છે. તે ઓળખ દસ્તાવેજ નથી.
મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતીએ તમામ મતદારોને અપીલ કરતાાં કહ્યું હતુાં કે, દરેક મતદારો પોતાની સાથે મતદાર ફોટો ઓળખપત્ર, આધાર કાર્ડ, ડ્રાઈવિંગ લાઇસન્સ, પાન કાર્ડ, ઇન્ડિયન પાસપોર્ટ કે અન્ય 12 પ્રકારના માન્ય ઓળખ દસ્તાવેજમાાંથી કોઈપણ એક અસલ ઓળખ દસ્તાવેજ પોતાની સાથે રાખીને સરળતાથી મતદાન કરી શકે છે.