અમદાવાદની વેજલપુર બેઠકના ભાજપ ઉમેદવાર અમિત ઠાકર ની સંસ્થાના ટ્રસ્ટ સામે જમીન હેતુફેર કરી ખાનગી કોલેજ ઉભી કરવાની ફરિયાદ ઔડામાં કરવામાં આવી છે.
ગુજરાત વાલી મંડળ દ્વારા ઔડા તેમજ જીલ્લા કલેકટર અને મ્યુનિસિપલ કમિશનરને કરાયેલી ફરિયાદ મુજબ ટાઉન પ્લાનિંગ હેઠળ વજેલપુરમાં ટી.પી.નં.ફા.પ્લોટ નં.૧૪૫માં ૧૮૭૮ ચો.મીટર જમીન શૈક્ષણિક હેતુ માટે સ્કૂલ બિલ્ડીંગ બનાવવા ૧ રૂપિયાના નજીવા પ્રીમિયમ દરે ૯૯ વર્ષના ભાડાપટ્ટે વર્ધમાન ચેરિટબેલ ટ્રસ્ટને ૨૦૦૭માં આપવામાં આવી હતી પણ વર્ધમાન ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી અમિત ઠાકર ભાજપ સરકારમાં ઊંચી વગ ધરાવતા હોવાથી આ જમીન ખાનગી લોકમાન્ય કોલેજ ઉભી કરવામા આવી છે.
સ્કુલ બિલ્ડિંગની જગ્યાએ ખાનગી લોકમાન્ય કોલેજ ઉભી કરી ફક્ત નફો કમાવવાના ઉદેશથી દર વર્ષે કરોડો રૂપિયાની ફિ ઉઘરાવવાનું કરે છે માટે તે કરોડો રૂપિયાની ફિ સરકારી તિજોરીમાં વ્યાજ સાથે જમા કરાવવાની સાથે સાથે ઈડી અને ઈન્કમટેક્સમાં તપાસ કરાવવાની પણ આ ફરીયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.