રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીમાં બીજા તબક્કાના મતદાનના પ્રચારનો આજે છેલ્લો દિવસ છે. જેમાં પ્રચારનો છેલ્લો દિવસ હોવાથી મતદારોને મનાવવા ઉમેદવારો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે વિસનગર વિધાનસભા ભાજપના ઉમેદવાર ઋષિકેશ પટેલની ભવ્ય 1 કિમી લાંબી કેસરિયા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
પ્રચાર માટે છેલ્લો દિવસ હોવાથી શહેરના તમામ વિસ્તારોમાં ઋષિકેશ પટેલની ભવ્ય રેલી ફરી હતી. ધારાસભ્ય કાર્યલાય ખાતેથી કેસરિયા રેલીની શરૂઆત કરવામાં આવી હતી. આ કેસરિયા રેલીમાં ભાજપના ઉમેદવાર ઋષિકેશ પટેલે કાર પર બેસી લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. ડી.જેના તાલે, બાઈકો સાથે ભવ્ય કેસરિયા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલી દરમિયાન ભાજપના ઉમેદવાર ઋષિકેશ પટેલનું અનેક જગ્યાએ સ્વાગત કરવામાં આવ્યું હતું. આ રેલીમાં વિસનગર ભારતીય જનતા પાર્ટીના મોટી સંખ્યામાં કાર્યકરો અને હોદ્દેદારો જોડાયા હતા.
કેસરિયા રેલી ધારાસભ્ય કાર્યલાય ખાતેથી ડી.જેના તાલે શરૂ કરવામાં આવી હતી. જે શહેરના આઇ.ટી.આઇ ચોકડી, શિર્ડીનગર, પાંચ આંબા, આકાશ હોસ્પિટલ, લાવારિસ થઈ મહેસાણા ચોકડી, કમાણા ચોકડી, એસ.કે.કોલેજની સામે, સીનેપ્લસ સિનેમા, આદર્શ સ્કૂલ, પોપટલાલ મંદિર દીપડા દરવાજા, રામદેવપીર મંદિર, કડા દરવાજા, જૂનું પોલીસ સ્ટેશન, એક ટાવર, લાલ દરવાજા, બાપુનો ચોરા, મનારા થઈ સલાટવાડો ,ત્રણ દરવાજા, રેલવે સર્કલ, ગંજ બજાર, દગાલા, બી.કે.સિનેમા, શુકન હોટલ, ભગતસિંહ બાવળું, અમરગઢ ગાયત્રી સર્કલ થઈને ધારાસભ્યના કાર્યલાય ખાતે પૂર્ણ કરવામાં આવી હતી.