ગાંધીધામ બી ડીવી . પો.સ્ટે . વિસ્તારમાંથી વિદેશી દારૂ નો કેસ શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ, પુર્વ –કચ્છ , ગાંધીધામ 

બોર્ડર રેન્જ આઇ.જી.પી. જે.આર.મોથલીયા , સરહદી રેજ ભુજ તથા પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયા પૂર્વ કચ્છ , ગાંધીધામ નાઓ ત૨ફથી જિલ્લામાં પ્રોહીબીશનની બદી નેસ્ત નાબુદ કરવા જરૂરી સુચના આપેલ હોય આજરોજ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ.એન રાણા એલ.સી.બી નાઓની આગેવાનીમાં પોલીસ સબ ઈન્સપેક્ટરથી ડી.આર.ગઢવી તથા એલ.સી.બી. ટીમ ગાંધીધામ બી ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમા હતી દરમ્યાન ખાનગી બાતમી હકીકત આધારે ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સની બાજુમાં આવેલ કેશર આર્કેડ કોમ્પલેક્ષ શોપ નંબર -૬ માં આરોપીના કબ્જાની નમો ટી પોઈન્ટ નામની દુકાનમાંથી નીચે જણાવેલ વિદેશી દારૂ પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે ગાંધીધામ બી ડીવીઝન પોલીસ સ્ટેશન ને સોંપવામાં આવેલ છે .

 આરોપીનું નામ : જીતેન્દ્ર ઉર્ફે જીતુ નારાયણદાસ કોડવાની ( સીંધી ) ઉ.વ. ૪૪ રહે . પ્લોટ નં .૯૩,૯૪ વોર્ડ નંબર ૬ / બી , નાકોડા નગરની સામે આદિપુર

 મુદામાલની વિગત : વિદેશી દારૂની બોટલો નંગ -૩૫ કિ.રૂ .૧૪,૯૫૫ / - તથા મોબાઇલ નંગ -૧ કિ.રૂ. ૫૦૦ / કુલે કિ.રૂ. ૧૫,૪૫૫ / 

આ કામગીરી લોકલ ફાઈમ બ્રાન્ચનાં પોલીસ ઈન્સપેક્ટર એમ.એન.રાણા તથા પોલીસ સબ ઇન્સપેકટર ડી.આર.ગઢવી તથા એલ.સી.બી. સ્ટાફ દ્વારા કરવામા આવેલ છે .