કોંગ્રેસે કેબિનેટ રચનાની તૈયારી આદરી:ગુજરાતમાં પહેલાં તબક્કામાં 89માંથી 55 બેઠકો જીતવાનો કોંગ્રેસનો દાવો, સરકાર રચશે તો CM બનાવવાની ફોર્મ્યુલા રેડી,,કોંગ્રેસના પ્રવક્તા પવન ખેડાએ અમદાવાદમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં કોંગ્રેસ સરકાર બનાવશે અને પ્રજાએ ભાજપને જાકારો આપ્યો છે. જ્યારે અન્ય રિપોર્ટ મુજબ કોંગ્રેસે કેબિનેટમાં કયા ચહેરા હશે તેના પરની પણ કવાયત શરુ કરી દીધી છે.એન્ટિ ઈન્કમ્બન્સીના ફેક્ટરને ખાળવા આ વખતે ભાજપે જે લોકોની ટિકિટ કાપી હતી તેમણે જ ગઈકાલે કોંગ્રેસને ભરપૂર ફાયદો કરાવ્યો છે. ભાજપના બળવાખોરો તેમજ જેમની ટિકિટ કપાઈ છે તેઓએ કોંગ્રેસની તરફેણમાં મત અપાવ્યા છે. આ કારણથી કોંગ્રેસના ઉમેદવારો વિજેતા બનશે તે નક્કી છે.પ્રથમ તબક્કામાં જે રીતે માત્ર ગામડાં જ નહીં, શહેરી વિસ્તારમાં પણ કોંગ્રેસને લોકોનું સમર્થન મળ્યું તેનાથી ભાજપના નેતાઓ ઘાંઘા થઈ ગયાનો આલોક શર્માએ દાવો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, ભાજપના નેતા અમિત શાહે ગઈકાલે રાતે બે વાગ્યા સુધી ભાજપના હોદ્દેદારો અને સ્થાનિક નેતાઓનો કલાસ લીધો હતો. તેમણે આ ચૂંટણીમાં ભાજપનું સંગઠન અને પેજપ્રમુખની સ્ટ્રેટેજી સદંતર નિષ્ફળ રહી હોવા અંગે રોષ વ્યક્ત કરતા તેમની આંખો લાલ થઈ સૂજી ગઈ હતી એવું પણ શર્માએ ઉમેર્યું હતું.ખેડાએ આપ પાર્ટી ઉપર પણ નિશાન સાધ્યું હતું અને જણાવ્યું હતું આપમાંથી જે ઉમેદવારો હારે તેમને કોંગ્રેસમાં ખેસ પહેરાવીને આવકારમાં આવશે.