પાવીજેતપુર તાલુકાના ચુડેલ ગામનો ૧૭ વર્ષનો કિશોર રાયપુર કેનાલમાં કુવેચ લાગેલ શર્ટ ધોવા ઉતરતા લપસી જતા કેનાલના વહેતા પ્રવાહમાં તણાઈ જતા કરુણ મોત થવા પામ્યું છે.

          પ્રાપ્ત માહિતી મુજબ પાવીજેતપુર તાલુકાના ચુડેલ ગામના કેટલાક યુવાનો મિત્રની બર્થડે પાર્ટી ઉજવવા માટે ડુંગરવાટની નજીક આવેલ રાયપુર કેનાલ પાસે ગયા હોય, જ્યાં કુદરતી સૌંદર્ય ખૂબ સરસ હોવાના કારણે ફોટોગ્રાફી પણ ખુબ સરસ આવતી હોય તેથી આ મિત્રો ભેગા થઈ ત્યાં બર્થડે પાર્ટી ઉજવતા હતા તે સમયે ચુડેલ ગામનો ૧૭ વર્ષ નો યુવાન પિયુષભાઈ શંકરભાઈ રાઠવા ને શર્ટ ઉપર કુવેચ લાગતા ખુજલી ચાલુ થઈ ગઈ હતી. તેથી પિયુષભાઈ શર્ટ ઉપર લાગેલ કૂવેચને ધોવા માટે શર્ટ કાઢી કેનાલની બોર્ડર ઉપર ધીમે ધીમે ઉતરી શર્ટને ધોઈ રહ્યા હતા તે સમયે તેઓનો પગ લપસી જતા વહેતા પાણીના વહેણમાં તણાયા જઈ ડૂબી જતા તેઓનું કરુણ મોત થયું હતું. સ્વાભાવિક રીતે જ યુવાન ડૂબી જતા તાત્કાલિક દોડાદોડ કરવામાં આવી હતી. રાયપુર કેનાલ ને બંધ કરી શોધખોળ આરંભતા મહામુસીબતે ૧૦૦ મીટર દૂરથી પિયુષભાઈ શંકરભાઈ રાઠવા ની લાશ મળી હતી.  

         આમ, ડુંગરવાટ વિસ્તારના પ્રકૃતિની ગોદમાં રાયપુર કેનાલ પાસે ચુડેલ ગામના કેટલાક યુવાનો બર્થડે પાર્ટી ઉજવવા ગયા હોય જેમાં પિયુષભાઈ રાઠવાના શર્ટ ને કુવેચ લાગતા, કેનાલમાં ધોવા જતા પગ લપસતા, તણાઈ જઈ કરુણ મોત થવા પામ્યું છે.