કડી તાલુકાના દેઉસણા ગામમાં સાત વર્ષ પૂર્વે નજવી બાબતે માથાકૂટમાં બે શખ્સો પર હુમલો કરીને માર મારવાના કેસમાં ત્રણ આરોપીને કડી કોર્ટે દોષિત ફેરવી છ મહિનાની સજા અને પ્રત્યેક આરોપીને રૂપિયા એક હજાર દંડનીની સજાનો કોર્ટે હુકમ કર્યો છે.

મહેસાણા જિલ્લાના કડી તાલુકાના દેઉસણા ખાતે રહેતા અજમલજી ભીખાજી ઠાકોર નો ભત્રીજો નિતેશ રાણાજી ઠાકોર વર્ષ 2015માં લીમડા પાસે રમી રહ્યો હતો. તે સમયે કોઈ છોકરાએ કાંકરી મારતા અજમલજી ઠાકોર અને રાણાજી બીખાજી ઠાકોર ઠપકો આપવા જતા આરોપી નરેશજી ઠાકોર, ચમનજી બાબુજી ઠાકોર અને મોહનજી છગનજી ઠાકોર લાકડીઓ વડે હુમલો કર્યો હતો. આ કેસ કડી કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ બીએચ પ્રજાપતિની દલીલો અને પુરાવા આધારે ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ આર એમ બારોટ એ નરેશજી ઠાકોર ચમનજી ઠાકોર અને મોહનજી ઠાકોર ને છ મહિનાની કેદ અને દંડ ફટકાર્યા હતો.