ધોરાજીમાં શીતળા સાતમની શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી.
હિન્દુઓના પવિત્ર માસ ગણાતા શ્રાવણ માસમાં શુક્લ પક્ષના દિવસે શીતળા સાતમ આવતી હોય છે જેમાં લોકો રાંધણ છઠના દિવસે બનાવેલું ઠંડુ જમવાનું જમતા હોય છે. અને ઘરમાં સગડી તથા ચૂલો સળગાવવામાં આવતો નથી. સાથે જ માનતા તથા બાધા રાખીને દૂધ ચોખા અને ફૂલથી શીતળા માતાની પૂજા કરતા હોય છે. અને પ્રસાદ સ્વરૂપે ઠંડુ જમવાનું જમતા હોય છે. ચામડીને લગતા રોગો દૂર કરવા માટે શીતળા માતાની પૂજા કરવામાં આવતી હોય છે. આજે શીતળા સાતમ નિમિત્તે ધોરાજીમાં લોકોએ શ્રદ્ધાપૂર્વક શીતળા માતાની પૂજા કરી હતી. અને મહિલાઓએ શીતળા માતાને કુલેર તેમજ શ્રીફળ વગેરેની પ્રસાદી ધરી હતી.