અમરેલી, તા.૧ ડિસેમ્બર, ૨૦૨૨ (ગુરુવાર) વિધાનસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૨ને લઈ આજરોજ પ્રથમ તબક્કાનું મતદાન સમાપ્ત થયું છે. અમરેલી જિલ્લામાં કુલ પાંચ વિધાનસભા બેઠકો આવેલી છે. આ પૈકીની ૯૮-રાજુલા બેઠક પર આજરોજ સવારના ૮ વાગ્યાથી સાંજે ૦૫ વાગ્યા સુધીમાં અંદાજિત ૬૩.૨૩ ટકા મતદાન નોંધાયું છે, જેમાં પુરુષ મતદારોની અંદાજિત ટકાવારી ૬૫.૮૯ ટકા નોંધાઈ છે અને મહિલા મતદારોની આશરે ટકાવારી ૬૦.૪૨ ટકા નોંઘાઈ છે. સાંજે ૦૫ વાગ્યા સુધીના આંકડા મુજબ રાજુલા વિધાનસભામાં અંદાજિત ૧,૭૩,૭૫૭ મત નોંધાયા છે, જેમાં ૯૩,૨૪૬ પુરૂષ મતદારો, ૮૦,૫૧૧ મહિલા મતદારો ઉપરાંત ૦૦ અન્ય જાતિના મતદારોએ મતદાન કર્યુ હતું.
રિપોર્ટર.. ભરતભાઈ ખુમાણ રાજુલા /અમરેલી