પંચમહાલ જિલ્લામાં બેંક ઓફ બરોડા અને અન્ય બેંક શાખાઓના કર્મચારીઓ દ્વારા શ્રમદાન કરાયુ
સાયન્સ કોલેજ,બમરોલી રોડ,કનેલાવ તળાવ,ડેરોલ સ્ટેશન, એ.પી.એમ.સી ઘોઘંબા વગેરે સ્થળોએ સ્વચ્છતા અભિયાન હાથ ધરાયુ
બેંક ઓફ બરોડાએ 'સ્વચ્છતા હી સેવા' અભિયાન અંતર્ગત 'એક તારીખ,એક કલાક સાથે' મહાશ્રમદાન કરીને પ્રધાનમંત્રીશ્રીના સ્વચ્છ ભારત સંકલ્પને વેગ આપવા સફાઈ ઝુંબેશ હાથ ધર્યું હતું.બેંક ઓફ બરોડાએ કર્મચારીઓની ભાગીદારીથી દેશભરમાં અલગ અલગ ૩૪૫ સ્થળોએ સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું હતું.
પંચમહાલ જિલ્લામાં બેંક ઓફ બરોડા, પ્રાદેશિક કચેરી અને અન્ય બેંક શાખાઓના સહયોગથી કર્મચારીઓ દ્વારા સાયન્સ કોલેજ,બમરોલી રોડ, કનેલાવ તળાવ, ડેરોલ સ્ટેશન, એ.પી.એમ.સી ઘોઘંબા વગેરે સ્થળોએ સ્વચ્છતા હી સેવા અભિયાનને હાથ ધરીને શ્રમદાન કર્યું હતું.
આ સફાઈ અભિયાન પ્રસંગે બેંક ઓફ બરોડાના રિજનલ હેડશ્રી વેંકટેશ સુબ્રમણ્યમ, એ.જી.એમશ્રી આર.એસ.ગોયલ અને શ્રી એસ.કે.રાવ સહિત બેંકના અધિકારીઓ,કર્મચારીઓ
તથા લોકો શ્રમદાન ઝુંબેશમાં જોડાયા હતા.