પડધરી: ધારાસભ્યની ગ્રાન્ટ માંથી સરપદડ ગામે રોડમાં ભ્રષ્ટાચાર તેમજ સ્થાનિક પ્રશ્નોની રજૂઆત તથા આક્ષેપ
પડધરી તાલુકાના સરપદળ ગામમાં આવેલ વિસ્તાર ગુલાબનગર ત્યાં ધારાસભ્યશ્રી 8 લાખ ની ગ્રાન્ટમાંથી બનાવેલ રોડમાં હાલની પરિસ્થિતિ એ કાકરા ધૂળ નજરે ચડેલ રોડ તૂટી ગયો છે 1વર્ષ જેવા નજીવા સમયમાં બનેલ રોડ નો ભ્રષ્ટાચાર આ કામ માં ગ્રામ પંચાયત તાલુકા પંચાયત જિલ્લા પંચાયત કે ધારાસભ્ય કે જે કોઈ નેતા કે અધિકારી જે કોઈ લોકોએ ભ્રષ્ટાચાર કરેલ છે તેની સામે સ્ટેટ વિજિલન્સ ટીમ દ્વારા તપાસ થવી જોઈએ આ વિસ્તારમાં ભૂગર્ભ તેમજ ઘણા કામો ભ્રષ્ટાચાર થયો છે તેવું સ્થાનિક લોકોનું કહેવું છે
આ વિસ્તાર તેમજ ગામમાં પાણીના પ્રશ્ન ખૂબ મોટો પ્રશ્ન છે ત્યારબાદ લાઈટો નથી શેરીયુંમાં થોડાક સમયમાં નવરાત્રી આવી રહી છે તો આ વિસ્તારમાં અંધારપટ જેવી સ્થિતિ છે
ગટરના પાણી રહેણાક વિસ્તારો ની નજીક ખુલ્લા મુકેલ છે તેનાં લીધે રોગચાલો ફેલાય છે ગટરું બંધ હાલત માં છે ગામનાં બીજા રસ્તાઓમાં પણ ભ્રષ્ટાચાર થયા છે તેવો સ્થાનિક લોકો નો આક્ષેપ છે
સરપદડ થી ગુલાબનગર ને જોડતો જે પુલ આવે છે તે છેલ્લા બે વર્ષથી માંગ પણ હોવા છતાં કંઈ કામગીરી કરવામાં આવેલ નથી બાળકો ને સ્કૂલ સામાં કાઠે આવેલ છે લોકોની માંગ છે કે અમારા વિસ્તારમાં જેટલા પણ કામોમાં ભ્રષ્ટાચાર થયા છે તેમાં સંડોવાયેલા તમામ નેતાઓ અધિકારી સામે કડક પગલાં લેવા વિનંતી છે
લોકોનું કેવું છે કે સરપચો પાસેથી પણ ઉપર લેવલના લોકો હપ્તા લેવાતા હોય તેવા આક્ષેપો થયા છે
સ્થાનિક લોકોની તમામ માંગોને લઈ આપ સાહેબ શ્રી ને રજૂઆત કરૂ છુ કે ગુલાબનગર વિસ્તારમાં થયેલ ભ્રષ્ટાચારની તપાસ સ્ટેટ વિજિલન્સ સોંપી કોઈ રાજકિય હસ્તક્ષેપ રાખ્યા વગર તમામ ભ્રષ્ટાચારીઓની સામે કડકમાં કડક પગલાં લેવા વિનંતી છે