વિશ્વ એઇડ્સ દિવસ ઉજવણી નિમિત્તે આરોગ્ય મંડળ અને સંશોધન કેન્દ્ર દ્વારા સંચાલિત ટી.આઈ પ્રોજેક્ટ અને એસ. આર. કડકિયા સ્કુલ ઓફ નર્સિંગ ના સંયુક્ત ઉપક્રમે અર્બન હૉસ્પિટલ રળીયાતી દાહોદ ખાતે જીલ્લા વિકાસ અધિકારી સુશ્રી નેહા કુમારીએ લોક જાગૃતિ રેલીને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.

તેમાં ડિટીએચઓ ડો. આર.ડી. પહાડીયા, મુખ્ય જીલ્લા તબીબી અધિકારી ડો. નરેન્દ્ર હાંડા, સંસ્થાના પ્રમુખશ્રી સંદીપ શેઠ, પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી નિરેનભાઈ શાહ અને નર્સિંગ સ્કુલ ના પ્રિન્સીપલ શ્રી ડો. કે.એલ.લતા તથા ટી.આઈ પ્રોજેક્ટ તેમજ એ.આર.ટી. સેન્ટર, ડાપકુ, ICTC કાઉન્સેલર, વિહાન પ્રોજેક્ટ અને નર્સિંગ સ્કુલના વિધાર્થીઓ તેમજ તમામ સ્ટાફે રેલીમાં ભાગ લીધો હતો. આ રેલી દાહોદના વિવિધ માર્ગો પર એચ.આઈ.વી એઇડ્સની લોક જાગૃતિ માટે આ કાર્યકમ નું આયોજન કરવામાં આવ્યું. આ રેલી જીલ્લા ક્ષય કેન્દ્ર ખાતે ડો. આર.ડી. પહાડીયાના હસ્તે વિશ્વ એઇડ્સ દિવસ ઉજવણી વિશે વધુ માહિતી આપી આ રેલીનું સમાપન કરવામાં આવ્યું હતું. આ વર્ષે WHO ની ૨૦૨૨ ની થીમ “સમાનતા લાવવી” એટલે કે એચ.આઇ.વી.ગ્રસ્ત દર્દીઓ અને સામાન્ય માણસો માટે આપણે સમાનતા લાવવાની જરૂર છે. એ થીમ સાથે રેલી યોજાઈ હતી.