વિદેશમાં વસતા ભારતીયો અને તેમાંય ખાસ ગુજરાતીઓ પરના હુમલાનો સિલસિલો જારી રહ્યો છે. જેમાં મૂળ કડીના પટેલ યુવકની અમેરિકાના સ્ટોરમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. કડીના ઊંટવા ગામનો યુવક પોતાના પરિવાર સાથે છેલ્લા 10 વર્ષથી અમેરિકામાં વસવાટ કરી રહ્યો છે. ભારતીય યુવાન નેસવીલના ટેનિસિમાં પોતાના સ્ટોરમાં હતો, ત્યારે બે શખ્સો સ્ટોરમાં પ્રવેશી ધડાધડ ફાયરિંગ કર્યું હતું. જેમાં યુવકને બે ગોળીઓ વાગતા સ્ટોરમાં જ દમ તોડ્યો હતો. આ હત્યાની ઘટના સ્ટોરમાં લગાવેલા CCTVમાં કેદ થઈ હતી.

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

કડી તાલુકાના ઊંટવા ગામનો વિશાલ પ્રવીણભાઈ પટેલ (ઉં.વ.36) પોતાની પત્ની અને માતા-પિતા સાથે પુરો પરિવાર છેલ્લા 10 વર્ષથી અમેરિકાની અંદર જ વસવાટ કરી રહ્યો હતો. આ સાથે અમેરિકાના નેસવીલના ટેનિસિમાં યુવક પોતાનો સ્ટોર ધરાવે છે. જ્યાં તારીખ 28/11ને સોમવારના રોજ વિશાલ સાંજના સમયે પોતાના સ્ટોર ઉપર હાજર હતો. જ્યાં અજાણ્યા બે શખ્સો સ્ટોરની અંદર આવી પહોંચ્યા હતા અને વિશાલ કંઈ જ બોલે તે પહેલા તેના પર ફાયરિંગ કર્યું હતું. જેમાં વિશાલને એક ગોળી છાતીના ભાગે તેમ જ એક ગોળી માથાના ભાગે વાગતા નીચે ઢળી પડ્યો હતો અને સ્ટોરની અંદર જ તેનું મોત નીપજ્યું હતું. આ સમગ્ર ઘટના સ્ટોરની અંદર લગાવેલા CCTV કેમેરામાં કેદ થઈ હતી.

છેલ્લા ઘણા સમયથી અમેરિકામાં રહેતા ગુજરાતીઓ ઉપર વારંવાર અટેક તેમજ સ્ટોરની અંદર લૂંટ જેવા બનાવો બનતા જોવા મળી રહ્યા છે. ત્યારે કડી તાલુકાના ઊંટવા ગામના વિશાલ પટેલની હત્યા કરી નાખવામાં આવતા ગામની અંદર શોકનો માહોલ છવાયો છે.