ડેસર તાલુકાના મીરાકુવા ગામે રહેતા મનીષકુમાર રમેશભાઈ ચૌહાણ દ્વારા નોંધાવેલી ફરિયાદ ની વિગતો જોતા તેઓ શુક્રવારના બપોરના સુમારે પોતાની મોટરસાયકલ લઇ કાલોલ તાલુકાના પાસે રેલવે બ્રિજ પાસેથી પસાર થતા હતા ત્યારે તેઓ મોટરસાયકલ ઊભી રાખી પેશાબ પાણી કરવા માટે ઊભા હતા તે દરમિયાન તેઓની પાછળ ઉભેલ મોટરસાયકલ પાસેથી બે ઈસમો તેઓ પાસે આવ્યા હતા અને કાળા ટીશર્ટ વાળા ઈસમે છરો બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી પેન્ટની પાછળના ખિસ્સામાંથી રોકડા રૂપિયા ૮૦૦/ કાઢી લીધા હતા જ્યારે અન્ય સફેદ શર્ટ પહેરેલ ઈસમે ફરિયાદીના પેન્ટ ના ડાબી બાજુના ખિસ્સામાં થી રેડમી કંપની નો મોબાઇલ રૂ ૪,૦૦૦/ નો કાઢી લીધો હતો. મોટરસાયકલ ની આગળ નંબર પ્લેટ નહતું પાછળની સાઈડ મા નંબર પ્લેટ લગાવેલી હતી જે નંબર પ્લેટ ના આધારે ફરિયાદીએ કાલોલ પોલીસમાં મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે લુટ નો ગુનો દાખલ કરી આગળની તપાસ શરૂ કરી છે