સમગ્ર રાજ્યમાં ગુજરાત વિધાનસભા ની આજે ચૂંટણીનો માહોલ છવાઇ ગયો છે ત્યારે બનાસકાંઠા જીલ્લાની આર્થીક નગરી ડીસા બેઠક ઉપર પણ ખરાખરીનો જંગ જામ્યો છે. અને દરેક ઉમેદવાર ચૂંટણી જીતવા માટે એડી ચોટીનુ જોર લગાવી રહ્યા છે. ત્યારે બીજેપીના ઉમેદવાર પ્રવિણ માળી પોતાના મીલનસાર સભાવ અને કંઈક નવું કરવાની પોતાની આગવી અદા અનુશાર પ્રચાર દરમિયાન જનશંપર્કમાં ઉતર્યા હતા તે દર્મીયાના લોકોને પોતાના હાથે કપ ભરી ચા પીવડાવી હતી. ઉલ્લેખનિય છે કે પ્રવિણ માળી ને લોકોનો સારો એવો આવકાર મળી રહ્યો છે.