ઓફિસોમાં કાર્યકરોને આદર મળે તેવી સ્થિતિ નિર્માણ કરવી છે : કેશાજી ચૌહાણકો,,તરવાડા ગામે યોજાયેલ જન સભામાં પૂર્વ મંત્રીનો સંકલ્પ.

 ગુજરાત વિધાનસભાની ચૂંટણીના મતદાન આડે હવે ગણતરીના દિવસો બાકી છે જેમાં દિયોદર વિધાનસભા બેઠક કબજે કરવા માટે ભાજપ દ્વારા વિકાસની વાતોને લઈને મતદારોને રીજવવામા આવી રહ્યા છે. ત્યારે દિયોદર વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના લોકપ્રિય ઉમેદવાર કેશાજી ચૌહાણના જન સંપર્ક કાર્યક્રમની તારીખ ૩૦/૧૧/૨૦૨૨ ને બુધવારના રોજ નોખા ગામથી શરૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ રામપુરા (ધુ), ધુણસોલ માનપુરા (ધુ), ફાફરાળી વગેરે ગામોમાં લોક સંપર્ક કરતા વ્યાપક જન સમર્થન મળ્યું હતું. જે બાદ કોતરવાડા ગામે કેશાજી ચૌહાણ આવી પહોચતા ઢોલ નગારા સાથે બાઈક રેલી નિકાળવામા આવી હતી અને કળશધારી બાલિકાઓ દ્વારા તેમનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. કેશાજી ચૌહાણે શંકર ભગવાન,મેલડી માતા તેમજ જગત જનની કુળદેવી ચામુંડા માતાજીના દર્શન કરીને જંગી જાહેર સભા યોજી હતી. જેમાં પ્રથમ ગામના ઈશ્વરજી ઠાકોરે તમામ આવેલા મહાનુભાવોને શાબ્દીક શબ્દો દ્વારા આવકારેલ. જીલ્લા પંચાયત સદસ્ય ડોક્ટર હસમુખભાઈ ચૌધરીએ કહ્યું હતું કે ભાજપના ઉમેદવાર આપ સૌ છો. આજથી માંડીને પાંચ તારીખ સુધી આપણે સૌએ ઉમેદવાર બનવાનું છે અને કમળના નીશાન ઉપર મતદાન કરી કેશાજી ચૌહાણને વિજેતા બનાવવાની હાકલ કરી હતી. જે બાદ ઉમેદવાર અને પૂર્વ મંત્રી કેશાજી ચૌહાણે કહ્યું હતું કે આપણા વિસ્તારમાં કોઈ કાર્યકર્તા કે આગેવાન સરકારી ઓફિસમાં જાય તો અધિકારી પ્રેમથી એમની જોડે વાત કરે અને મદદ કરે એવી પરિસ્થિતિ નિર્માણ કરવી છે. આ વિસ્તારના કોઈ નાગરિકને ગાંધીનગર સરકારની જરૂર પડે તો સરકાર મા બાપ ગણાય છે જે રીતે મા બાપના ખોળામાં બાળક જાય ત્યારે એને આનંદ થાય છે એવો આનંદ ગાંધીનગર જાય ત્યારે થાય એવી પરિસ્થિતિનુ નિર્માણ કરવાનો સંકલ્પ વ્યક્ત કરી કોતરવાડા ગામ ધારે તેને ધારાસભ્ય બનાવી શકે છે તેમ ઉમેરી વધુમાં વધુ મતદાન કરવાની અપીલ કરી હતી..