અમરેલી, તા.૨૦ ઓક્ટોબર,૨૦૨૨ (ગુરુવાર) રાજ્યમાં યોજનાર આગામી વિધાનસભાની સામાન્ય ચૂંટણી અંતર્ગત જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વિવિધ સમિતિમાં ફરજ બજાવનારા તેમજ ચૂંટણીલક્ષી કામગીરીમાં ફરજ બજાવનારા હોય તેવા અધિકારીશ્રી અને કર્મચારીશ્રીઓની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમમાં ચૂંટણી નિયંત્રણ ખર્ચ સમિતિ અને મીડિયા સર્ટિફિકેશન એન્ડ મોનીટરીંગ સમિતિમાં ફરજ બજાવનારા અધિકારીશ્રી અને કર્મચારીશ્રીઓને તાલીમ આપવામાં આવી હતી. જિલ્લા પંચાયતના સભાગૃહમાં યોજાયેલા વર્કશોપમાં જિલ્લા ચૂંટણી તંત્ર વતી માસ્ટર ટ્રેઈનર દ્વારા તાલીમ આપવામાં આવી હતી.
રિપોર્ટર. ભરતભાઇ ખુમાણ રાજુલા/ અમરેલી.