અંબાજી.....

દાંતા 10 વિધાનસભાના ભાજપના ઉમેદવાર લાધુભાઈ પારઘીને વિજય બનાવવા માટે ડોર ટુ ડોર પ્રચાર શરૂ કરાયો

દાંતા વિધાનસભાના ઉમેદવાર લાધુભાઈ પારઘી ને જંગી બહુમતીથી જીતાડવા માટે અંબાજી ભાજપ મંડળ દ્વારા અંબાજી આઠ નંબર વિસ્તારમાં ડીજે સાથે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ ભાજપ મંડળના સહુ કાર્યકર્તાઓ દ્વારા આજે શક્તિ કેન્દ્ર બે ની અંદર જઈ આઠ નંબર વિસ્તારમાં કાર્યકર્તાઓ યુવા મોરચો મહિલા મોરચો કિસાન મોરચો બક્ષીપંચ મોરચો બધા જ મોરચાઓ સાથે મળી આઠ નંબર વિસ્તારમાં તમામ રહેવાસીઓને જોડે જઈને ડોર ટુ ડોર પ્રચાર કરવામાં આવ્યો હતો. તેમજ પાર્ટીના સિમ્બોલ ના લાઈટ ના ગોળા નું વિતરણ આઠ નંબર વિસ્તારમાં રહેતા લોકોના ઘરે જઈ લાઈટ ના ગોળા નો વિતરણ કરવામાં આવ્યું હતું દાંતા વિધાનસભાના ભાજપના ઉમેદવાર લાધુભાઈ પારઘી ને વિજય બનાવવા માટે અંબાજી ભાજપ મંડળ પ્રચારનું જોર પકડ્યું ....