અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના નાનીકુંડળ ગામની સીમમાં ઇ.ડી.એફ રીન્યુબલ કંપની ના અધીકારીઓને મારી નાખવાના ઇરાદા સાથે જીવલેણ હુમલો કરી ભાગી ગયેલ આરોપીઓને બાબરા પોલીસ એલ.સી.બી /એસ.ઓ.જી શાખા તેમજ જીલ્લા ની અલગ અલગ ૧૨ ટીમો ની રચના કરી ગણતરીના દીવસો મા પકડી પાડતી અમરેલી જીલ્લા પોલીસ

અમરેલી જિલ્લામાં બનતા ચોરી,લુંટ તથા મારા મારી જેવા ગંભીર ગુન્હાઓના આરોપીઓને સત્વરે પકડી પાડવા સુચના આપેલ હોય, જે અન્વયે આવા પ્રકારના ગુન્હાઓ આચરી અને પોતાની ધર પકડ ટાળવા માટે નાસતા ફરતા આરોપીને પકડવા અન્વયે 

બાબરા પોલીસ સ્ટેશન એ.પાર્ટગુ.ર.નં-૧૧૧૯૩૦૦૮૨૩૦૨૯૩/૨૦૨૩ઇ.પી.કો. કલમ- ૩૦૭,૩૨૫,૩૨૪,૩૨૩,૩૪૧,૧૪૩, ૧૪૭,૧૪૮,૧૪૯,૧૨૦ (બી) તથા મુજબ નો ગુન્હો તા.૦૪/૦૬/૨૦૨૩ ના કલાક ૧૩/૩૦ વાગ્યે

નાની કુંડળ ગામે ઇ.ડી.એફ. કંપનીના સબ સ્ટેશન નજીક રોડ ઉપર તા-બાબરા, જી-અમરેલી મુકામે બનેલ હોય,

જેમા આ કામના ફરીયાદી ઇ.ડી.એફ રીન્યુબલ એનર્જી ઇન્ડીયા પ્રાઇવેટ લીમીટેડ કંપનીમાં હેડ ઓફ ઇન્ડીયા એસેટ ઓપરેશન તરીકે નોકરી કરતા હોય,

 અને આ કંપનીએ સને-૨૦૨૧ ની સાલમાં કામના આ આરોપી શીવકુભાઇ ગોવાળીયા નાઓની પેઢી બાવનવીર એન્ટરપ્રાઇઝ' ને રાયપર તા-ગઢડા વિસ્તારમાં પવનચકકીની સીક્યુરીટી તથા વાહનો તથા લાઇન મેનનો કોન્ટ્રાક્ટ આપેલ હોય,

  તેઓ નક્કી થયા મુજબ બરાબર સર્વિસ આપતા ન હોય જેથી કંપની દ્વારા ભરપાઇ કરવા નોટીસો આપેલ હોય. જે બાબતનું મન દુ:ખ રાખેલ હોય

અને આ કામના ફરીયાદી તથા આ કામે સાહેદ કંપનીના મેનેજર નાની કુંડળ ગામે આવેલ કંપનીના સબ સ્ટેશન ઉપર વીઝીટ માટે આવેલ હોય, જેની જાણ આ કામના આરોપી રવીરાજ ઉર્ફે રવી ગીડા નાઓએ આરોપીઓને ફોન કરી કરેલ હોય,

 જેથી આ કામે બધા આરોપીઓ ફરીયાદીને મારી નાખવાના ઇરાદે પુર્વ આયોજીત કાવતરૂ રચી ગે.કા. મંડળી રચી, લોખંડના પાઇપ,ફરસી,ધારીયા ,લાકડી જેવા પ્રાણઘાતક હથીયાર લઇ, ફરીયાદીના નીકળવાના રસ્તે અગાઉથી બેસી જઇ ફરીયાદી તથા સાહેદ તેમની કંપનીની ફોરવ્હીલ ગાડી લઇને નીકળતા ગાડી રોકાવી, ફરીયાદી તથા સાહેદોને જાનથી મારી નાખવાના ઇરાદે

 આરોપી નં-૦૧ થી ૦૭ તથા બે અજાણ્યા આરોપીઓએ લોંખડના પાઇપો,ફરસી,ધારીયા તથા લાકડીઓ વડે મારમારી ફરીયાદીને જમણા હાથે હથેળીના ભાગે ફ્રેક્ચર કરી તેમજ બંને પગના ગોઠણથી નીચેના ભાગે હાડકા ભાંગી નાખી, તથા પગના ભાગે ઘણા ફેંકચરો કરી મરણોતલ ઇજા કરી તેમજ સાહેદ ક્રીશનકુમારને માથાના ભાગે ગંભીર ઇજા કરી તથા સાહેદ ઓમકારસિંગને પગે મુંઢ ઇજા કરી, ગુન્હો કર્યા વિ.બાબત.

બાબરા પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. આર.ડી.ચૌધરી તેમજ સર્વેલન્સ ટીમ દ્વારા તેમજ અમરેલી એલ.સી.બી શાખા તેમજ અમરેલી એસ.ઓ.જી શાખાની ટીમો તથા જીલ્લા ના તમામ પો.સ્ટે માથી અલગ અલગ ૧૨ ટીમો બનાવી સદરહુ ગુન્હાના આરોપીઓને ઝડપી પાડવા સારુ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવેલ,

 તેમજ આરોપીઓના રેહણાંક વીસ્તારમાં તેમજ આરોપીઓના સગાસબંધીઓ તેમજ મીત્રોની સધન પૂછપરછ કરી તેમજ ટેક્નીકલસોર્સ મારફતે તેમજ કોલ ડીટેઇલ આધારે પૂછપરછ કરી આરોપીઓ બાબતે હકીકત મેળવવા સઘળા પ્રયત્નો કરેલ દરમ્યાન મળેલ માહીતી આધારે તપાસ ટીમો દ્વારા બોટાદ જીલ્લાના અણીયારી ગામે આ કામના બે આરોપી તેમજ ગઢડા તાલુકા ના રાયપર ગામની વીડ માથી બે આરોપી સહીત કુલ ચાર આરોપીઓને ઝડપી પાડવામાં આવેલ

ગુન્હામાં પકડાયેલ આરોપીઓની વીગત તેમજ ગુન્હાહીત ઇતીહાસ 1-

(૧) શીવકુભાઇ બહાદુરભાઇ ગોવાળીયા ઉ.વ. ૪૦, રહે-રાયપર, તા-ગઢડા જી.-બોટાદ, હાલ રહે-બોટાદ, આનંદધામ રેસીડેન્સી, જી.બોટાદ,

શિવકુભાઇ ગોવાળિયાનો ગુન્હાહિત ઇતિહાસ 

૧-ગઢડા પો.સ્ટે ૬ ૬૮/૧૪ ઇપીકો કે ૧૪૩,૩૪૧ વિ મુજબ

ર-રાજકોટ એ ડીવીઝન પો.સ્ટે ફ ૨૫૪/૧૭ ઇપીકો ૬ ૧૪૩,૧૪૭,૧૪૯,૩૨૩ ૩૨૫,૩૪૧,૫૦૪,૫૦૬(૨), ૧૧૪

૩-ગઢડા પો.સ્ટે ૯૧૯/૨૨ ઇપીકો ૧૪૩,૩૪૧:૫૦૪,૫૦૭ ઇલે એક્ટ ૧૪૦,૧૪૯ મુજબ

૪- ગઢડા પો.સ્ટે સે-૧૭૪૧/૨૨ ઇપીકો-૩૨૩,૧૪૭,૧૪૮,૧૪૯,૪૨૭,૩૫૨,૫૦૪,૫૦૬(૨) જી.પી.એક્ટ ૧૩૫ મુજબ

૫-બાબરા પો.સ્ટે એ ૫૮૮/૨૨ ઇપીકો ક-૩૦૭.૩૨૫ વિ.મુજબ 

(૨) રાજકુભાઇ બહાદુરભાઇ ગોવાળીયા ઉ.વ.૩૪,રહે- રાયપર, તા-ગઢડા, જી-બોટાદ, હાલ,રહે-બોટાદ, શીવાજીનગર, પાંચપડા શેરી નં-૦૫

રાજકુભાઇ ગોવાળિયા નો ગુન્હાહિત ઇતિહાસ

૧-ગઢડા પો.સ્ટે સે-૧૭૪૧/૨૨ ઇપીકો-૩૨૩,૧૪૭,૧૪૮,૧૪૯,૪૨૭,૩૫૨,૫૦૪,૫૦૬(૨) જી.પી.એક્ટ ૧૩૫ મુજબ

૨-ગરૂડા પો.સ્ટે સે-૯૧૯/૨૨ ઇપીકો ૧૪૩,૩૪૧,૫૦૪.૫૦૭ ઇલે એક્ટ ૧૪૦,૧૪૯ મુજબ

(૩) મંગળુભાઇ બહાદુરભાઇ ગોવાળીયા ઉ.વ-૪૨ રહે-રાયપર તા- ગઢડા જી-બોટાદ હાલ.રહ-બોટાદ, બ્રાહમણ સાસાયટી શંકરના મંદીર પાસે જી.બોટાદ

મંગળુભાઈ ગોવાળિયા નો ગુન્હાહિત ઇતિહાસ 

૧-ગઢડા પો.સ્ટે ફ ૯૦/૧૩ ઇપીકો ૩૨૪,૩૨૫,૧૧૪ જીપીએક્ટ ૧૩૫ મુજબ

ર-રાજકોટ એ ડીવીઝન પો.સ્ટે ૬ ૨૫૪/૧૭ ઇપીકો ૬ ૧૪૩,૧૪૭,૧૪૯,૩૨૩,૩૨૫,૩૪૧,૫૦૪,૫૦૬(૨),૧૧૪

૩-બોટાદ પો.સ્ટે ફ ૧૧૩૮૧૨ ઇપીકો ક ૩૨૫,૩૨૪,૫૦૪,૫૦૬(૨)૧૧૪ જી.પી.એક્ટ ૧૩૫ મુજબ

૪-ગઢડા પો.સ્ટે ૯૧૯/૨૨ ઇપીકો ૧૪૩,૩૪૧૫૦૪,૫૦૭ ઇલે એક્ટ ૧૪૦,૧૪૯ મુજબ

૫- ગઢડા પો.સ્ટે સે-૧૭૪૧૮૨૨ ઇપીકો-૩૨૩,૧૪૭,૧૪૮, ૧૪૯,૪૨૭,૩૫૨,૫૦૪,૫૦૬(૨) જી.પી.એક્ટ ૧૩૫ મુજબ

(૪)હરેશભાઇ દડુભાઇ ગીડા ઉ.વ-૩૮ રહે-રાયપર તા-ગઢડા જી.- બોટાદ હાલ-બોટાદ આનંદધામ સોસાયટી તા.જી.બોટાદ

હરેશભાઇ ગીડાનો ગુન્હા હિત ઇતિહાસ 

૧-ગઢડા પો.સ્ટે ફ ૯૦/૧૩ ઇપીકો ૩૨૪,૩૨૫,૧૧૪ જીપીએક્ટ ૧૩૫ મુજબ

૨- ગઢડા પો.સ્ટે સે-૧૭૪૧/૨૨ ઇપીકો-૩૨૩,૧૪૭,૧૪૮,૧૪૯,૪૨૭,૩૫૨,૫૦૪,૫૦૬(૨) જી.પી.એક્ટ ૧૩૫ મુજબ

૩-રાજકોટ એ.ડીવી પો.સ્ટે ફ ૨૫૪૮૧૭ ઇપીકો ક ૧૪૩,૧૪૭,૧૪૯,૪૨૭ વિ.મુજબ

૪-ગઢડા પો.સ્ટે ૯૧૯/૨૨ ઇપીકો ૧૪૩,૩૪૧,૫૦૪,૫૦૭ ઇલે એક્ટ ૧૪૦,૧૪૯ મુજબ

 ૫-બાબરા પો.સ્ટે એ ૫૮૮/૨૨ ઇપીકો ક-૩૦૭,૩૨૫ વિ.મુજબ

ઉપરોક્ત કામગીરી અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક હિમકરસિંહ નાઓની સુચનાથી જે.પી ભંડારી નાયબ પોલીસ અધિક્ષક , અમરેલી વિભાગ, તથા બાબરા પોલીસ એલ.સી.બી એસ.ઓ.જી શાખા તથા જીલ્લાની અલગ અલગ ૧૨ ટીમો દ્વારા કરવામાં આવેલ છે.

રીપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી.