વિસનગર વિધાનસભાની ચૂંટણીમાં ખરાખરીનો ખેલ જામ્યો છે. જેમાં ચૂંટણી પ્રચારના થોડા દિવસ બાકી હોવાથી તમામ પક્ષના ઉમેદવારો જીતવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. જેમાં વિધાનસભા ચૂંટણીમાં અનેક નવા દાવપેચ પણ રમાઇ રહ્યા છે. જેમાં ફેર બદલીનો દોર ચાલુ જ છે, તમામ પાર્ટીમાં કાર્યકરો એક બીજી પાર્ટી સાથે જોડાઈ રહ્યા છે. જેમાં વિસનગર વિધાનસભા સીટ પર વાલમ ગામના શંકરજી ઠાકોર અપક્ષ ઉમેદવારી કરી હતી. ત્યારબાદ ચૂંટણી નજીક હોય અપક્ષ ઉમેદવારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ઋષિકેશ પટેલને ટેકો જાહેર કરી દીધો છે. તેમજ કાર્યકર્તાઓ સાથે ભાજપમાં જોડાયા છે. જેમને ભાજપના ઉમેદવાર ઋષિકેશ પટેલ દ્વારા ખેસ પહેરાવી ભાજપમાં જોડ્યા હતા.

 
  
  
  
   
  