અંગદાન એ મહાદાન :
ધાનપુર ગામમાં નાઈ સમાજે નેત્રદાન કરી સમાજમાં પ્રેરણારૂપ દાખલો બેસાડ્યો..
ડીસા ના ધાનપુરા ગામે મૃત્યુ પામેલ નાઈ સમાજના મણીબેન પુંજાભાઈના ઘરના લોકો અને તેજાભાઈ પૂંજાભાઈ નાઈએ વિચાર્યું હતું કે આપણે માજી બાણું વર્ષે સ્વર્ગવાસ્ત થયા છે તો એમના ચક્ષુઓનું અંગદાન કરીએ આ વિચાર આવતા ઘરના લોકોએ ભેગા મળી નિર્ણય કર્યો હતો કે આપણી દાદીમાની ઉંમર તો ૯૨ વર્ષ હતી તો એમના આત્માને શાંતિ મળે એ માટે એમની આંખોનું દાન કરી કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને આંખો આપી એના જીવનમાં ઉજાશ લાવીએ જેથી કરીને કોઈ જરૂરિયાતમંદના ખુશીઓ આવી શકે. અને તેમને પાલનપુર હોસ્પિટલનો સંપર્ક કરતા ત્યાંથી ડોક્ટરની ટિમ એમ્બ્યુલન્સ સાથે આવી પહોંચી હતી..