આગામી તા. ૧ ડિસમ્બરે યોજાનારા વિધાનસભાની ચૂંટણીના મતદાનમાં સુરતની 16 વિધાનસભામાં શાંતિ પૂર્ણ વાતવરણમાં મતદાન થઇ શકે તે માટે તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. આવતીકાલે સુરત જિલ્લાના 4700 મતદાન મથકો પર પોલીંગ સ્ટાફ અને વોટિંગ મશીન સહિત સામગ્રી પહોંચાડવામાં આવી છે. તો વધુ મતદાન થઇ શકે તે માટે મતદાનના દિવસે અર્ધસરકારી અને ખાનગી એકમોએ પણ સવેતન રજા ઘોષિત કરવામાં આવી છે. સુરત શહેર અને જિલ્લામાં આવેલી 16 વિધાનસભા વિસ્તારમાં આવતીકાલે મતદાન થનાર છે. જોકે, આ દિવસો દરમિયાન ઉમેદવારો અને રાજકિય પાર્ટી દ્વારા પ્રચાર દરમિયાન આચારસંહિતા ભંગની સૌથી વધુ ફરિયાદ કતારગામ વિધાનસભા વિસ્તારમાંથી આવી હોવાનું જાણવા મળે છે.

2062 ફરિયાદ મળી

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થતાની સાથે જ આચારસંહિતા લાગુ પડી હતી. આવી ફરિયાદ માટે ચૂંટણી પંચ દ્વાર સી વિઝીલ પર ફરિયાદ લેવામાં આવી હતી. બેનરો લગાવવા કે, મોડી રાત સુધી સભા કરવા સહિતની ફરિયાદો આવી હતી. હાલ સુધીમાં કુલ 2062 ફરિયાદ ચૂંટણી પંચ સમક્ષ આવી હતી. જેમાં સૌથી વધુ ૫૫૬ ફરિયાદ કતારગામ વિધાનસભા વિસ્તારમાંથી આવી હતી. જ્યારે વરાછા વિધાનસભા વિસ્તારમાંથી 296, ચોર્યાસી વિધાનસભા વિસ્તારમાંથી 282, અને કામરેજ વિધાનસભા વિસ્તારમાંથી 272 ફરિયાદો મળી હતી. કતારગામ વિસ્તારમાંથી પથ્થરમારો, મારામારી અને બેનરો ફાડવા, ખોટી રીતે સુત્રોચાર કરવા જેવી ફરિયાદો આવી હતી. જ્યારે અન્ય વિધાનસભા વિસ્તારમાં મોડે સુધી પ્રચાર કરવો, ડીજે વગાડવા