શહેરમાં છેલ્લા બે દિવસથી ઠંડી વધી છે. રાત્રિનો પારો વધુ 1. 3 ડિગ્રી ગગડ્યો છે. છેલ્લા બે દિવસમાં ઠંડીનો પારો 2. 5 ડિગ્રી ગગડી ગયો છે. આગામી બે દિવસ રાત્રિનું તાપમાન 17થી 19 ડિગ્રી વચ્ચે રહેવાનું અનુમાન છે ત્યારબાદ ફરી રાત્રિનો પારો ઉપર જવાની શક્યતા છે. છેલ્લા કેટલાક દિવસથી તાપમાનમાં થઇ રહેલા ઉતાર-ચઢાવથી વાયરલ ઇન્ફેકશનના કેસો વધ્યા છે. ઠંડીની આ સિઝનમાં સુરત શહેરમાં લઘુત્તમ તાપમાન 16. 2 ડિગ્રી સુધી ગગડ્યો છે. નવેમ્બર મહિનો પૂર્ણ થવાને આરે છે, હાલમાં ઠંડી માટે કોઇ મજબૂત સિસ્ટમ ન હોવાથી હવે પારો 16 ડિગ્રી સુધી જવાની સંભાવના નહિંવત છે.