મેટ્રો લાઇન-2 કોરિડોરના નિર્માણ કરવાની શરૂઆત કરી દેવાઇ છે. આ પ્રોજેક્ટના લાઇન-2માં સીએસ-6 પેકેજ હેઠળ મજૂરાથી સારોલી સુધી 705 કરોડના ખર્ચે 8. 7 કિમી લાંબો એલિવીટેડ રૂટ 26 મહિનામાં તૈયાર કરાશે. આ રૂટ બનાવતા ઇજારદારે સોમવારે ભૂમિપૂજન કરીને રિગ મશીનનું ટેસ્ટિંગ કર્યું હતું. આ 8 કિમી લાંબા રૂટમાં કુલ 27 સ્ટેશન બનાવાશે. મજૂરા-સારોલી રૂટના નિર્માણનો ઇજારો ગત મહિને અપાયો હતો. જીએમઆરસી દ્વારા લાઇન-2માં 8. 7 કિમી લાંબા રૂટમાં જે 7 સ્ટેશન બનાવવામાં આ‌વશે તેમાં ઉધના દરવાજા, કમેલા દરવાજા, આંજણા ફાર્મ, મોડલ ટાઉન, મગોબ, ભારત કેન્સર હોસ્પિટલ, સરોલી સ્ટેશન સામેલ છે.