અવસર, લોકસાહીના સન્માનનો અવસર, 100% મતદાનનો ; - લોકસાહીના પર્વમા ભાગ લઇ મતદાન કરવાનો સંકલ્પ કરતા કોલેજના NSSના વિદ્યાર્થીઓ તથા KGBV ની વિદ્યાર્થીનીઓ અને મિડીયા કર્મીઓ ; - (ડાંગ માહિતી બ્યુરો): આહવા: તા: 29; વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ના લોકશાહીના અવસરને સાર્થક બનાવવાના હેતુસર ડાંગ જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર શ્રી ધર્મેદ્રસિંહજી જાડેજાના માર્ગદર્શન હેઠળ વિવિધ વિભાગના અધિકારીઓ, અને કર્મચારીઓ દ્વારા ડાંગ જિલ્લામા મહત્તમ મતદાન થાય તે હેતુસર મતદાન જાગૃતિ અંગેના વિવિધ કાર્યક્રમો કરવામા આવી રહ્યા છે. જે અતર્ગત ડાંગ જિલ્લા માહિતી કચેરીમા MCMC અને મિડીયા સેન્ટર કાર્યરત કરવામા આવ્યુ છે. અહીં જિલ્લાના મીડિયાકર્મીઓ, મતદાતાઓ, વિદ્યાર્થીઓ, તથા અભ્યાસુઓ આ મિડિયા સેન્ટરની મુલાકાત લઇ ચૂંટણીલક્ષી માહિતી પ્રાપ્ત કરી રહ્યા છે. ગતરોજ સરકારી વાણિજ્ય અને વિનીયન કોલેજના NSSના વિધ્યાર્થીઓ તેમજ કે. જી. બી. વી. આહવાની વિધ્યાર્થીનીઓ દ્વારા મિડીયા સેન્ટરની મુલાકાત લઇ ચૂંટણીલક્ષી માહિતી મેળવવામા આવી હતી. મિડીયા સેન્ટરની મુલાકાત લેવા આવેલ વિધ્યાર્થઓ દ્વારા વિધાનસભા-2022ની ચૂંટણીમા મોટી સંખ્યામા મતદાન થાય, અને લોકશાહીના પર્વમા સૌ કોઇ ભાગ લઇ પોતાના મતદાનનો ઉપયોગ કરે તે માટે સંકલ્પ લેવામા આવ્યા હતા.