કોંગ્રેસના સયાજીંગજ બેઠકના ઉમેદવાર અમી રાવત અને રાવપુરા બેઠકના ઉમેદવાર સંજય પટેલના પ્રચાર માટે મોડી સાંજે કોંગ્રેસના નેતા કનૈયા કુમાર આવી વડોદરા આવી પહોંચ્યા હતા. કનૈયા કુમારે કહ્યું કે, જો કોઇ ગૃહમંત્રીએ પોતાના પુત્રને BCCI સેક્રેટરી બનાવવાનો અધિકારી છે તો ગરીબ લોકોને પણ પોતાના બાળકોના ભવિષ્ય વિશે વિચારવાનો અધિકાર છે. જો રોટલીને પાંચ મિનિટથી તવા પર રાખીએ તો બળી જાય છે એમ પાંચ વર્ષમાં સરકાર પણ બદલવી જોઇએ. ગુજરાતમાં પાંચ વર્ષના કામ પર નહીં પણ 27 વર્ષ પહેલા શું થયું હતું તેના મુદ્દે મત માંગવામાં આવી રહ્યા છે.