તા .૨૯ / ૧૧ / ૨૦૨૨ ભાવનગર રેન્જ આઇ.જી. ગૌતમ પરમાર નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમા ગુનાઓ કરી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ હોય ,

અમરેલી પોલીસ અધિક્ષક હિમકર સિંહ નાઓએ અમરેલી જીલ્લામા ગુનાઓ આચરી , પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતા આરોપીઓ તથા જેલમાંથી ફરાર થયેલ કેદીઓને પકડી પાડવા અમરેલી જિલ્લા પોલીસને માર્ગદર્શન આપેલ હોય ,

જે અન્વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ . એ.એમ.પટેલ નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમે

( ૧ ) ખાંભા પોલીસ સ્ટેશન પ્રોહી . ગુ.ર.નં .૧૧૧૯૩૦૨૭૨૨૦૫૨૯ / ૨૦૨૨ , પ્રોહી . કલમ ૬૫ ( એ ) ( એ ) , ૧૧૬ ( બી ) , ૯૮ ( ૨ ) મુજબ તથા

 ( ૨ ) ધારી પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૯૩૦૧૮૨૨૦૬૭૬/૨૦૨૨ આઇ.પી.સી. કલમ ૩૬૩ , ૩૬૬ તથા પોકસો એકટ કલમ ૧૮ મુજબના કામના આરોપી પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતા હોય ,

મજકુર આરોપીને ગઇ કાલ તા .૨૮ / ૧૧ / ૨૦૨૨ નાં રોજ ખાંભા ટાઉન ખાતેથી પકડી પાડી , આગળની કાર્યવાહી થવા સારૂ ધારી પોલીસ સ્ટેશનમાં સોંપી આપી આપેલ છે .

 → પકડાયેલ આરોપીની વિગતઃ

 અનુ જીવાભાઈ ખાખડીયા , ઉ.વ .૩૦ , રહે.મુળ ધારી , હીમખીમડીપરા , તા.ધારી , જિ.અમરેલી હાલ રહે.ભાવનગર .

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક હિમકર સિંહ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. એ.એમ.પટેલ તથા પો.સ.ઇ. વી.વી.ગોહિલ તથા એલ.સી.બી. ટીમના હેડ કોન્સ . સુખદેવભાઇ ગોંડલીયા , પો.કોન્સ . શિવરાજભાઇ વાળા , નિકુલસિંહ રાઠોડ દ્વારા કરવામાં આવેલ છે .

રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ રાજુલા /અમરેલી.