રાજ્યમાં વિવિધ વિભાગના કર્મચારીઓ પોતાની અલગ-અલગ માંગણીઓ અને પ્રશ્નોને લઈને સરકાર સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.ત્યારે બોટાદ રેલ્વે વિભાગના કર્મચારીઓએ બોટાદ રેલ્વે સ્ટેશન પર ઢોલ વગાડીને સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. ભાવનગર બાંદ્રા એક્સપ્રેસ સાંજે 19:00 થી 20:20 દરમિયાન બોટાદ રેલ્વે સ્ટેશન પર પહોંચી ત્યારે કર્મચારીઓએ તેમની વિવિધ માંગણીઓ અને બાકી પ્રશ્નોના વિરોધમાં ઢોલ વગાડીને અને "અમારી માંગણીઓ પૂર્ણ કરો" ના નારા લગાવીને વિરોધ કર્યો અને પોતાનો રોષ ઠાલવ્યો. સરકાર સામે મોરચો માંડ્યો હતો અને આ તમામ પ્રશ્નોનો વહેલી તકે સરકાર દ્વારા નિરાકરણ લાવે તેવી માંગ કરી હતી.