રિપોર્ટર...

સંતરામપુર - અમિન કોઠારી 

સંતરામપુર તાલુકાના ભાણા સીમલ ગામે સૌથી વધારે ઉંમરના 102 વર્ષના વયના મતદાર આ વખતે વિધાનસભામાં મતદાન કરશે....

મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના ભાણા સીમલ ગામે કુપડા ફળિયામાં રહેતા ડામોર સલુભાઈ અને તેમની પત્ની ભૂરીબેન સડુભાઇ ડામોર તેમની ઉંમર 102 વર્ષની તેમનો કુલ પરિવાર 19 ની સંખ્યામાં છે વર્ષો પહેલા સૌપ્રથમ મતદાન ચૂંટણી કાર્ડ અને આધાર કાર્ડ અને કોઈ ઓળખકાર્ડ વગર નામ નોંધણી કરીને 500 કિલોમીટર ચાલી પગદંડી રસ્તા પર મતદાન કરવા જતા હતા.

 બેલેટ પેપર તે સમય ઉપયોગ કરવામાં આવતો 1988 પહેલા આ ભાણા સીમલ ગામમાં ચારેય બાજુ માત્ર ડુંગર જ હતા સંતરામપુર કે અન્ય ગામમાં જવા માટે પગદંડી રસ્તોનો ઉપયોગ કરવો પડતો હતો આશરે 1988 પહેલા જ્યારે અછત અને કટોકટી સર્જાય ત્યારે તે સમયે ઘર આંગણે રોજીરોટી આપવા માટે કાચો રસ્તો કાઢવામાં આવેલો હતો ધીરે ધીરે 1990- 91 માં કાચો રસ્તો કાઢતા પછી પાકા રસ્તાનો આ ગામ લોકોને લાભ મળ્યો હતો,

 ડામોર સડુભાઇ અને તેમની પત્ની વર્ષોથી મકાઈના રોટલા, ગોળ, લસેટીલુ પથરા ઉપરનું મરચું , કોઈ એક વખતે ડુંગળીનો ઉપયોગ કરતા હાલમાં પણ મકાઈના રોટલા લસેટેલું મરચું અને ખેતરમાં થયેલ શાકભાજીનો ઉપયોગ કરે છે.

 તેમને, જિલ્લા પંચાયત, સરપંચ, વિધાનસભા અને લોકસભા મળીને આશરે કુલ 64 વખત તેમને મતદાન કર્યું અને 20 વખત માત્ર નામ નોંધણી કરીને ઓળખકાર્ડ વગર મતદાન કર્યું, જેમ જેમ સમય જતા રસ્તા સુવિધા નો લાભ મળ્યો હતો પણ પરંતુ ૨૦ થી ૩૦ વર્ષ અગાઉ પગદંડી રસ્તો ચાલીને મતદાન કરેલું હતું