વિસનગરના પ્રેરણામૂર્તિ કર્મવીર, સ્વાતંત્ર્ય સેનાની, સ્થાપક સ્વ. શેઠ સાંકળચંદભાઈ પટેલની 36 મી પુણ્યતિથી નિમિત્તે શૈક્ષણિક વર્ષ 2020-21માં ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવા માટે પાંચમો પદવીદાન સમારોહ યોજાયો હતો. આ પદવીદાન સમારોહમાં વિવિધ વિદ્યાશાખામાં સ્નાતક, અનુસ્નાતક અને પી.એચ.ડી કક્ષાએ અભ્યાસ પૂર્ણ કરી ઉત્તીર્ણ થયેલા 1478 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી. જેમાં 18 વિદ્યાર્થીઓને પી.એચ.ડી.ની ડીગ્રી મળેલી છે અને 59 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ગાંધીનગર એનર્જી યુનિવર્સિટીનાં ડાયરેકટર જનરલ ડૉ.સુંદર મનોહરન, સરદાર ધામના પ્રમુખ ગગજી સુતરીયા, સાંસદ શારદાબેન પટેલ, યુનિવર્સિટીના ચેરમેન પ્રકાશ પટેલ સહિત ઉપપ્રમુખ, ટ્રસ્ટીઓ, સ્ટાફ ગણ તેમજ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.
આ અંગે સાંકળચંદ પટેલ યુનિવર્સીટીનાં ચેરમેન પ્રકાશ પટેલે જણાવ્યું હતું કે, સાંકળચંદ દાદાએ 1942થી શરુ કરેલી આ શિક્ષણની પ્રવૃતિ લેટેસ્ટ અપડેટ્સ ટેકનોલોજીકલ એજ્યુકેશન આપવા માટે કાર્યરત છે. સાંકળચંદ દાદાએ 1942થી શરૂ કરેલી શિક્ષણની પ્રવૃતિ આજે વટવૃક્ષ બની છે. આ વર્ષે પાંચમો પદવી દાન સમારોહ આયોજિત કરવામાં આવ્યો છે. સાંકળચંદ પટેલ યુનિવર્સિટી દ્વારા પાંચમા પદવીદાન સમારોહમાં 1478 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી છે. જેમાં 18 વિદ્યાર્થીઓને પી.એચ.ડી ની ડીગ્રી મળેલી છે અને 59 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ આપવામાં આવ્યા છે. અમે તમામ વિદ્યાર્થીઓએ આજે ડિગ્રી મેળવી છે એમના ઉજ્જવળ ભવિષ્યની શુભકામના આપીએ છીએ. એમના વાલીઓએ સાંકળચંદ પટેલ યુનિવર્સિટીમાં એડમીશન કરાવી જે કારકિર્દી બનાવી છે, તો અમે એમને પણ અભિનંદન પાઠવીએ છીએ.