તારાપુર પ્રજાપિતા બ્રહ્માકુમારી સેવાકેન્દ્ર ખાતે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યો

તા. 25મી એપ્રિલ 2023ના રોજ પ્રજાપિતા બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વ વિદ્યાલય પાઠશાળા તારાપુર ઓમ શાંતિ સેન્ટર ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી તારાપુર દ્વારા સવારે ૯ થી બપોરના ૨ વાગ્યા સુધી યોજવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રક્ત દાતાઓએ રક્તદાન કર્યું હતું

પ્રસંગે લાયન્સ કલબ પ્રમુખ ભુપેન્દ્રભાઇ પટેલ, મંત્રી વિનોદભાઇ ભરવાડ, કેળવણી મંડળ ખજાનચી જીગ્નેશભાઈ પટેલ તેઓની સાથે બ્રહ્મા કુમારી સેવા કેન્દ્રના સંચાલિકા બી.કે. હસુબેન તેમજ વિવિધ પાઠ શાળાના બહેનો સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા

આમ ઓમ શાંતિ સેન્ટર તારાપુર ખાતે યોજાયેલા બ્લડ ડોનેશન કેમ્પમાં તારાપુર તથા આજુ બાજુના ગામોની સેવાભાવી સંસ્થાઓના યુવકોએ જોડાઈ અને બ્લડ ડોનેશન કર્યું હતું

પ્રસંગે બી.કે. હસુબેને જણાવ્યું હતું કે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી તારાપુર આ પંથકમાં બ્લડની જરૂરિયાત પૂરી પાડે છે અને માનવ જિંદગી બચાવવાનું ભગીરથ કાર્ય કરે છે દર્દીઓ માટે જેટલી બ્લડની જરૂરિયાત છે એટલા પ્રમાણમાં બ્લડ ડોનેશનનું પ્રમાણ ઓછું છે જેના કારણે ક્યારેક બ્લડ સ્ટોક ઘટી જતો હોય છે અને જરૂરિયાત વાળી વ્યક્તિ માટે મુશ્કેલી ઊભી થાય માટે સૌથી મોટું પુણ્યનું સેવા કાર્ય એ બ્લડ ડોનેશનનું કાર્ય છે જો આપ સ્વસ્થ હોય તંદુરસ્ત જીવન જીવતા હોય તો અવશ્ય બ્લડ ડોનેશન કરો..

ખાસ રિપોર્ટ: ભાવેશભાઇ આંજણા પટેલ પપ્પુભાઇ મો. ૯૯૨૪૦ ૯૫૨૮૭ / ૬૩૫૨૨ ૪૯૯૪૨