ધાજંગ રી-બગસરા-ખાંભા ૯૪ વિધાનસભા ના કોંગ્રેસના ઉમેદવાર પોતાની વોટબેંક ને કબજે કરવા મથામણ કરવા લાગીયા. કોંગ્રેસની દશકાઓ જુની પરંપરા અનુસાર કોંગ્રેસ માટે ખાસ ગણાતી વોટબેંક આજે ધારી-૯૪ વિધાનસભા માં કોંગ્રેસ ના પંજા માં થી સરકી પડેલ છે.જે મતદારોનો ઉપયોગ કોંગ્રેસના ઉમેદવાર વરસોથી કરતા આવેલા છે એ મતદારો પણ હવે શાણા અને સમજદાર બની ગયેલા છે. ચુંટણી સમયે જે મતદારોની જરૂર કોંગ્રેસના ઉમેદવાર ને પડે છે એજ કોંગ્રેસના ઉમેદવાર કોઈપણ દિવસ ગરીબ વિસ્તાર ની મુલાકાત લેતા નથી, લોકોના સીધા સંપર્કમાં રેહતા નથી, દાવેદારી કર્યા બાદ થી લયને ઉમેદવાર જાહેર ન કરી દે ત્યાસુધી તેઓ કોઈપણ જાતના સામાજિક કામમાં હાજર રેહતા નથી.પક્ષની સાથે વફાદાર રહેવાને બદલે કોંગ્રેસના નેતાઓ પોતાની ટીકીટ ને વધુ વફાદાર રહે છે. તેઓ પોતાની વોટબેંક ઉપર એટલો બધો વિશ્વાસ મુકે છેકે ગમે ત્યારે કોંગ્રેસના ઉમેદવાર ને મત આપવા બોલાવીશુ તેઓ તેમને ચોક્કસ મતદાન કરશે. પરંતુ વિધાનસભા ૨૦૨૨ માં ધારી ૯૪ બેઠક ઉપર અગીયાર ઉમેદવાર ચુંટણી લડી રહેલા છે જેમાંથી મારો એકમત આ વખતે કોંગ્રેસની પરંપરા તોડવા નહી આપુ તો ચોક્કસ આગામી ચુંટણી માં કોંગ્રેસ ના ઉમેદવાર ની આંખ ખુલશે તેવુ સમસ્ત સમાજના લોકોનો નિર્ણય છે