ગુજરાત રાજયની સામાન્ય વિધાનસભા ચુંટણી સંદર્ભે તા.૦૫-૧૨-૨૦૨૨,સોમવારના રોજ બીજા ચરણમાં સમાવિષ્ટ જિલ્લાઓ પૈકી મહિસાગર જિલ્લામાં વિધાનસભા સામાન્ય ચુંટણી યોજાનાર હોઈ તા.૦૫-૧૨-૨૦૨૨,સોમવારના દિવસે જાહેર રજા તરીકે જાહેર કરેલ છે.

ઉલ્લેખનીય છે કે,આવનાર તા.૦૫-૧૨-૨૦૨૨ ના રોજ જિલ્લામાં મતદાન હોવાથી સરકારી,અર્ધસરકારી કે અન્ય કચેરીઓમાં ફરજ બજાવનાર અધિકારી,કર્મચારી કે અન્ય સ્ટાફને પોતાનો વોટ આપવામાં અગવડતા ન પડે અને સરકાર બનાવવામાં પોતાની ભાગીદારી અવસ્ય પણે નોધાવી શકે તે માટે સામાન્ય વહિવટ વિભાગ ગાંધીનગર તરફથી આ જાહેરનામું બહાર પાડેલ છે.