ડીસા વિધાનસભા ક્ષેત્રમાં ચો પાંખીયા જંગ વચ્ચે અપક્ષ ઉમેદવાર લેવજી ઠાકોરને મળી રહ્યું છે હજારોની સંખ્યામાં જન સમર્થન....

હજારોની સંખ્યામાં જન સમર્થન મળતા ભાજપ કોંગ્રેસની ઊંઘ હરામ

ડીસા વિધાનસભા ક્ષેત્રમાં 61,હજાર થી વધુ જન સંખ્યા ધરાવતા ઠાકોર સમાજ સાથે વર્ષોથી ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ પક્ષ ટિકિટ બાબતે અન્યાય કરતા ડીસા વિધાનસભા ક્ષેત્રમાં વસવાટ કરતા 84 થી વધુ ગામના ઠાકોર સમાજના આગેવાનો યુવાનો અને અઢાર આલમના લોકોના સાથ સહકારથી અપક્ષ ઉમેદવાર લેબજી ઠાકોરે ઉમેદવારી નોંધાવતા ભાજપ કોંગ્રેસની ઊંઘ આરામ થઈ છે...

લેબજી ઠાકોરને હજારોની સંખ્યામાં જન સમર્થન મળતા ભાજપ કોંગ્રેસના પગલૂલા થયા છે તેવું મુખ્ય ચર્ચાઇ રહ્યું છે અને આ વખતે ઠાકોર સમાજ મન મક્કમ કરીને બેઠો છે અને આ વખતે અપક્ષ ઉમેદવારને જીતાડીને એકતાની તાકાત બતાડવાની છે .કારણ કે દર વખતે ભાજપ કોંગ્રેસ એક જ પરિવારને વારસાગત ટિકિટ આપતી હોવાના કારણે ઠાકોર સમાજ બન્ને પક્ષ સામે લાલગુમ થયો છે...