સુરત જિલ્લાના કામરેજ વિસ્તારના ઘલા ગામ નજીકથી પસાર થતા એક્સપ્રેસ વે ની કામગીરીને કારણે ઘલા નજીકનો ડામર રોડ નામશેષ થઇ જવા પામ્યો છે. હાલમાં બરોડા મુંબઈ એક્સપ્રેસ હાઈવેની કામગીરી ચાલી રહી છે. ત્યારે એક્સપ્રેસ હાઈવે માટેની કામગીરી માટે ઘલા ગામ ખાતેથી પણ જમીન સંપાદન થઈ ચૂકી છે. જે ઘલા ગામથી બૌધાન તરફ જતા ઘલા ગામ નજીક માંથી એક્સપ્રેસ હાઈવેની કામગીરી ચાલી રહી છે. ત્યારે એકપ્રેસ હાઇવેનું કામ કરતી ગ્રીલ ઇન્ડિયા નામની કંપની દ્વારા ઘલાથી બૌધાન તરફ જતા ઘલા નજીકથી પસાર થતા એક્સપ્રેસ હાઈવે માટેના પીલર રોડની એકદમ લગોલગ ઉભા કરી દેવામાં આવ્યા છે. જે કામગીરીમાં રોડનું સંપૂર્ણ અસ્તિત્વ નામશેષ થઈ ગયું છે. તેમજ એ જ રોડની નજીક માંથી ગાયપગલાથી બૌધાન ગામને પાણી પૂરું પાડવા માટેની પાઇપ લાઈનને પણ નુકશાન થતા પાઇપ લાઈનમાંથી પાણી રોડ પર આવી જતા રોડ પર જ કાદવ કીચડ થઈ જાય છે. એ જ રોડ પરથી પસાર થતા વાહન ચાલકો માટે એ રોડ માથાના દુખાવા સમાન સાબિત થતો જાય છે. તેમજ એ જ રોડ પરથી પસાર થતા ટુ વ્હીલ ચાલક સ્લીપ થઈ જવાની ઘટના પણ ઘટી ચૂકી છે. ત્યારે એક્સપ્રેસ હાઈવેની લ્હાયમાં ગામડાના રોડનું અસ્તિત્વ જોખમાતું જાય છે. અગાઉ પણ ગ્રીલ ઇન્ડિયા કંપનીની કામગીરી દ્વારા ઘલા ગામના ખેડૂતના શેરડીના પાકને નુકસાન થતા ખેડૂત રાકેશભાઈ ચીમનભાઈ પટેલ દ્વારા માંડવી મામલતદાર મથકે કંપની વિરુદ્ધ આવેદન પત્ર આપવામાં આવી ચૂક્યું છે.