કામરેજના ચોર્યાસી નજીક આવેલા વિજય પેટ્રોલ પમ્પ નજીક મુંબઈથી અમદાવાદ જઈ રહેલી આઇ ટ્વેન્ટી કારને ડમ્પર ચાલકે ટક્કર મારતા આઇ ટ્વેન્ટી કાર અકસ્માતમાં નુકસાન ગ્રસ્ત થવા પામી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર મુંબઈના કલ્યાણ ઇસ્ટ ખાતે રહેતા અને વ્યવસાયે પશુ આહારનો ધંધો કરતા મનિષભાઈ નરેન્દ્રભાઈ ચૌહાણ તેમની આઇ ટ્વેન્ટી કાર નંબર એમએચ૦૫-સીવી૬૪૧૦માં પોતાના પરિવાર સહ અમદાવાદ ખાતે રહેતા તેમના સંબંધીને ત્યાં લગ્ન પ્રસંગે હાજરી આપવા જઈ રહ્યા હતા. મુસાફરી દરમ્યાન કામરેજના ચોર્યાસી નજીક આવી પહોંચતા ને. હા નંબર ૪૮ ચોર્યાસી પાસે આવેલા વિજય પેટ્રોલ પમ્પ પર તેમણે પેટ્રોલ ભરાવવા તેમની આઇ ટ્વેન્ટી કાર ઉભી રાખી હતી. પેટ્રોલ ભરાવ્યાં બાદ તેમણે તેમની આઇ ટ્વેન્ટી કારને ને. હા નંબર ૪૮ ઉપરના અમદાવાદ તરફના ટ્રેક હંકારતા મુંબઈ તરફથી પુરપાટ ઝડપે આવી રહેલા ડમ્પર નંબર જીજે૦૫બીયુ-૫૫૭૮ના ચાલકે તેમની આઇ ટ્વેન્ટી કારને ચાલક તરફના ભાગે ટક્કર મારતા એ બાજુના બોનેટના ભાગને અકસ્માતમાં નુકસાન થવા પામ્યું હતું. અકસ્માત ગ્રસ્ત આઇ ટ્વેન્ટી કારમાં સવાર મનીષભાઈના પરિવારને સદનસીબે કોઈ ઇજા થવા પામી ના હતી. આ અંગે અકસ્માત ગ્રસ્ત આઇ ટ્વેન્ટીના માલિક અને મુંબઈ ખાતે રહેતા મનીષભાઈ નરેન્દ્રભાઈ ચૌહાણે ડમ્પર ચાલક વિરુદ્ધ કામરેજ પોલીસ મથકે ગુનો નોંધાવતા કામરેજ પોલીસે ડમ્પર ચાલક વિરુદ્ધ આઇ. પી સી કલમ ૨૭૯ તેમજ મોટર વ્હીકલ એકટ કલમ ૧૭૭, ૧૮૪, ૧૩૪ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
જ્યારે મેજર ધ્યાનચંદ હોકી મેદાન પર ઉઘાડપગું ઉતર્યા, પ્રભાવિત થઈને હિટલરે આપી આ ઓફર
ભારતીય રમતગમતના ઈતિહાસમાં મેજર ધ્યાનચંદ એક એવું નામ છે જેને ભાગ્યે જ કોઈ જાણતું હશે. લોકો...
vivo T2x 5G: 5000mAh बैटरी और 50MP कैमरा के साथ खरीदें सबसे सस्ता 5G फोन, अब दो नए कलर में लुभाएगा दिल
वीवो अपने भारतीय ग्राहकों के लिए नए-नए डिवाइस पेश करता रहता है। इस ब्रांड को पसंद करते हैं vivo...
ઘનસર આંટા ગામે દિવાલ પડવાની ઘટના મોતને ભેટેલી બાળકીના પરિવારજનોને 4 લાખની સહાયનો ચેક અર્પણ કરાયો.
હાલોલ તાલુકા પંથકમાં ગત દિવસોમાં સતત ત્રણથી ચાર દિવસ સુધી સળંગ વરસેલા વરસાદને કારણે હાલોલ...
Sukhdev Singh Gogamedi कांड के बाद Jaipur पहुंचा Lallantop, भीड़ में अचानक आई पत्नी ने क्या कहा?
Sukhdev Singh Gogamedi कांड के बाद Jaipur पहुंचा Lallantop, भीड़ में अचानक आई पत्नी ने क्या कहा?
40 माणसांना दिलं चक्क जनावरांचं इंजेक्शन,पाथर्डीतील बोगस डॉक्टराचे कृत्य
40 माणसांना दिलं चक्क जनावरांचं इंजेक्शन,पाथर्डीतील बोगस डॉक्टराचे कृत्य