→ ગુન્હાઓની વિગતઃ
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
( ૧ ) ગઇ તા .૧૮ / ૦૯ / ૨૦૨૨ ની રાત્રિના અમરેલી તાલુકાના ચિત્તલ ગામે આદેશનગરમાં રહેતાં નાથાભાઈ લક્ષ્મણભાઇ મીરોલીયા , ઉ.વ .૬૩. પોતાના પત્ની સાથે પોતાના રહેણાંક મકાનની ઓસરીમાં સુતા હતાં ,
તે વખતે ત્રણ અજાણ્યા આરોપી ઇસમોએ ગુન્હાહિત કાવત્રુ રચી , લુંટ કરવાનો પોતાનો સમાન ઇરાદો પાર પાડવા પ્રાણધાતક હથિયાર ધારણ કરી ,
નાથાભાઇના રહેણાંક મકાને વંડી ટપી , ગુપ્ત ગ્રુહ અપપ્રવેશ કરી , લુંટ કરવા જતાં,
નાથાભાઇ તેમજ તેમના પત્ની જાગી જતાં , એક ઇસમે નાથાભાઇનું મોઢુ દબાવી , જાનથી મારી નાખાવાના ઇરાદે નાથાભાઇને માથાના ભાગે તથા ડાબા ખભાના ભાગે લોખંડની હથોડીના મરણતોલ ઘા મારેલ.
અને બીજા ઈસમે નાથાભાઈના પત્નીને ખાટલા ઉપરથી નીચે પછાડી , ઢસડી , તેમના શરીર આડેધડ માર મારી , હાથે ફ્રેકચરની ઇજા કરેલ ,
આ દરમ્યાનમાં નાથાભાઇ તથા તેમના પત્નીએ રાડારાડ કરતાં ,
આ ત્રણ અજાણ્યા આરોપી ઇસમો લુંટ કર્યા વગર ભાગી ગયેલ .
તે પહેલા રાત્રિ દરમ્યાન કોઇપણ સમયે ચિતલ ગામે અન્ય સાહેદોની એગ્રોની દુકાનમાંથી રોકડ રૂપીયા ૩૮,૫૦૦ તથા એલ.સી.ડી ટી.વી.તેમજ હાર્ડ ડીસ્ક ડી.વી.આર.ની ચોરી કરી, તેમજ બીજા સાહેદોના ગેરેજની દુકાનમાં ચોરીની કોશીશ કરી , ગુનો કરવામાં એકબીજાની મદદગારી કરી ગુનો કરેલ હોય ,
જે અંગે નાથાભાઇ લક્ષ્મણભાઇ મીરાલીયાએ અજાણ્યા ત્રણ આરોપીઓ વિરૂધ્ધ ફરિયાદ આપતા, અમરેલી રૂરલ પો.સ્ટે . એ પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૯૩૦૦૪૨૨૦૭૭૨/૨૦૨૨ આઇ.પી.સી. કલમ ૩૦૭ , ૩૯૩ , ૩૯૪ , ૩૯૮ , ૩૮૦ , ૪૫ , ૫૧૧ , ૧૨૦ બી , ૩૪ , ૧૧૪ મુજબનો ગુન્હો રજી , થયેલ ,
( ૨ ) ગઇ તા .૩૧ / ૦૮ / ૨૦૨૨ ના રોજ રાત્રીના કોઇપણ સમયે કમલેશભાઇ બાબુભાઇ મીરોલીયા , રહે.ચિત્તલ વાળાના ઘરમાં કોઇ અજાણ્યા ચોર ઈસમોએ વંડી ટપીને મકાનના આંગણામાં અપ પ્રવેશ કરી , ઘરના બે રૂમ તેમજ રસોડાના તાળા તોડી , ઘરમાં ગ્રુહ અપપ્રવેશ કરી , કબાટમાંથી કમલેશભાઇ મીરોલીયાની વાડીએ કામ કરતા મજુર કમલેશભાઇ જતલાભાઇ વસુનીયાની પત્નીનો ચાંદીનો હાર , વજન આશરે ૫૦૦ ગ્રામ , કિ.રૂ .૨૭,૫૦૦ / - તથા તેમના ઘરમાં આવેલ મંદીરમાંથી કૃષ્ણ ભગવાનની પીત્તળની મૂર્તિ , કિ.રૂ .૨૦૦૦ / - ની ઘરફોડ ચોરી કરી લઇ જઇ ગુનો કરેલ હોય, જે અંગે કમલેશભાઇ વસુનીયાએ અજાણ્યા ચોર ઇસમો વિરૂધ્ધ ફરીયાદ આપતા, અમરેલી રૂરલ પો.સ્ટે . એ . પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૯૩૦૦૪૨૨૦૮૬૫/૨૦૨૨ , આઇ.પી.સી.કલમ ૩૮૦ , ૪૭ મુજબનો ગુન્હો રજી . થયેલ . ઉપરોક્ત ખુનની કોશિષ સાથે લુંટની કોશિષ તથા ઘરફોડ ચોરી જેવા ગંભીર ગુનાઓને અજાણ્યા આરોપીઓ દ્વારા અંજામ આપવામાં આવેલ હતાં . ભાવનગર રેન્જ આઇ.જી. ગૌતમ પરમાર નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાં બનતા ગંભીર અનડીટેક્ટ ગુનાઓ ડીટેક્ટ કરવા સુચના આપેલ હોય ,
અમરેલી પોલીસ અધિક્ષક હિમકરસિંહ નાઓએ આ પ્રકારના ગંભીર અનીટેક્ટ ગુનાઓના આરોપીઓને શોધી કાઢી , તેમના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા અમરેલી એલ.સી.બી.ને માર્ગદર્શન આપેલ હતું ,
અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ . એ.એમ. પટેલ નાઓની રાહબરી હેઠળ એલ.બી.ટીમ દ્વારા અનીટેક્ટ ગંભીર ગુનાઓના અજાણ્યા આરોપીઓ અંગે સઘન તપાસ કરવામાં આવેલ . શકદારોને ચેક કરવામાં આવેલ . આ ગુનાઓના ફરિયાદી તેમજ ભોગ બનનારની પુછપરછ કરી , આરોપીઓના વર્ણન અંગે માહિતી મેળવી , આવા વર્ણન વાળા ઈસમો અને આ પ્રકારના ગુનાઓ કરવાની એમ.ઓ. ધરાવતા આરોપીઓ અંગે તપાસ કરવામાં આવેલ . અનડીટેક્ટ ગુનાઓના આરોપીઓને પકડી પાડવાના સઘન પ્રયાસો દરમ્યાન બાતમી રાહે હકિકત મળેલ કે અમરેલી ઠેબી નદીના કાંઠે , ડેમ તરફ જવાના રસ્તે બે શંકાસ્પદ ઈસમો આંટાફેરા મારે છે , અને કોઇ મિલ્કત વિરૂધ્ધનો ગુનો આચરવાની તૈયારીમાં છે , તેવી હકીકત મળતાં તુર્ત જ એલ.સી.બી. દ્વારા મળેલ બાતમી આધારે વર્ણન વાળા બે ઇસમોને પકડી પાડી , તેમની અંગઝડતી કરતાં ,
તેમની પાસેથી ચોરીનો ચાંદીનો હાર તથા મોબાઇલ ફોન મળી આવેલ . પકડાયેલ ઇસમોની સઘન પુછપરછ કરતાં તેઓએ ઉપરોકત અનડીટેક્ટ ગુન્હાઓને અંજામ આપેલ હોવાની ચોંકાવનારી કબુલાત આપેલ હતી .
પકડાયેલ આરોપીની વિગતઃ
( ૧ ) કમલેશ દલુ સીંગાર , ઉં.વ .૨૧ , રહે.ગામ- ઉદયગઢ , ઇન્દ્રા કોલોની , તા.જોબટ , જિ.અલીરાજપુર , મધ્યપ્રદેશ , (હાલ રહે.શેડુભાર , ચંદુભાઇ બોદરની વાડીએ ), તા.જિ.અમરેલી ,
( ૨ ) દીવાન રેમસિંહ મોહનીયા ( મુરોલ ) , ઉં.વ .૨૨ , રહે.ગામ- ઉદયગઢ , ટુ ફળીયા , ઘાના- ઉદયગઢ , તા.જોબટ , જિ.અલીરાજપુર , મધ્યપ્રદેશ , (હાલ રહે . શેડુભાર , વિઠ્ઠલભાઈ ગજેરાની વાડીએ) તા.જિ.અમરેલી ,
પકડાયેલ મુદ્દામાલ -
એક ચાંદીનો હાર વજન આશરે ૯૮.૫૦૦ ગ્રામ જેની કિં.રૂ .૨૭,૫૦૦ / - તથા મોબાઇલ ફોન નંગ - ૩ કિ.રૂ .૧૫,૦૦૦ / - મળી કુલ કિં.રૂ .૪૨,૫૦૦ / - નો મુદ્દામાલ .
પકડાયેલ આરોપીઓએ અન્ય ગુનાઓની પણ કબુલાત આપેલઃ પકડાયેલ બંને ઇસમોની સઘન પુછપરછ કરતાં , તેઓ નીચે મુજબના ગુનાઓ કરેલ હોવાની કબુલાત આપેલ છે .
( ૧ ) આશરે ચાર - પાંચ મહિના પહેલા કમલેશ દતુ સીંગારએ પોતાના મિત્રો દીવાન રમસિંહ મોહનીયા ( યુએલ ) તથા શેફ સીંગાર સાથે મળીને જામનગરના લાલપુર મુકામે માર્કેટની બાજુમાં આવેલ એક બિલ્ડીંગમાંથી ત્રણ મોબાઇલ ફોન અને રોકડા રૂપિયા ચાલીસ હજારની ચોરી કરેલ .
( ૨ ) આજથી આશરે એકાદ મહિના પહેલા ક્મલેશ દલુ સીંગાર તથા દીવાન રેમસિંહ મોદનીયા ( મુએલ ) નાઓએ શેરૂ સીંગર સાથે મળી , રાજકોટના પડધરી ગામે એક વાડીમાંથી કાળા ક્લરના સ્પ્લેન્ડર મોટર સાયકલની ચોરી કરેલ . પછી તે મોટર સાઈકલ ધરઈ વાવડી ગામ પાસે છોડી દીધેલ અને ત્યાં વાડીએ એક ઝુંપડામાંથી મોબાઇલ ફોનની ચોરી કરેલ .
( ૩ ) આજથી આશરે એક મહિના પહેલા દીવાન રેમસિંહ મોહનીયાએ પોતાના મિત્રો કમલેશ દલુ સીંગાર અને શેરૂ રીંગાર સાથે મળીને ચિત્તાની બાજુમાં આવેલ ખીજડીયા ગામે એક વાડીમાં આવેલ ઓરડીના દરવાજા ખોલી એક મોબાઇલ ફોન તથા તેલના ડબ્બાની ચોરી કરેલ .
( ૪ ) આજથી આશરે સાતેક મહિના પહેલા ક્મલેશ દલુ સીંગાર તથા દીવાન રેમસિંહ મોહનીયા ( મુએલ ) નાઓએ શેરૂ સિંગાર સાથે મળી રાજકોટના આજીડેમ વિરતારમાં એક ઝુંપડામાંથી બે મોબાઇલ ફોન તથા સાડાપાંચ હજાર રૂપીયાની ચોરી કરેલ .
( ૫ ) ઉપરોક્ત બનાવના બે ત્રણ દિવસ પછી કમલેશ દલુ સંગાર તથા દીવાન રેમસિં- મોહનીયા ( મુએલ ) નાઓએ શેરૂ સીંગાર સાથે મળી રાજકોટના કાલાવાડ ગામે એક વાડીમાંથી મોબાઇલ ફોનની ચોરી કરેલ .
( ૬ ) ગયા ચોમાસાના સમય દરમ્યાન કમલેશ દલુ સીંગાર તથા દીવાન રેમસિંહ મોહનીયા ( મુએલ ) નાઓએ શેરૂ સીંગાર સાથે મળી , જામનગર બસ સ્ટેશનની બાજુમાં આવેલ ઝુંપડામાંથી ત્રણ મોબાઇલ ફોન અને રોકડા રૂપીય પંદર હજારની ચોરી કરેલ હતી . પકડાયેલ આરોપીઓ મધ્યપ્રદેશના હોય , ખેત મજુરી અને છુટક મજુરી કામ કરવા ગુજરાત રાજ્યમાં અલગ અલગ સ્થળોએ ફરતા હોય , તેઓએ ઉપરોક્ત ગુનાઓ સિવાય અગાઉ ગુજરાત રાજ્યમાં અન્ય કોઈ જગ્યાએ આ પ્રકારના ગુનાઓ કરેલ છે કે કેમ , તે અંગે તપાસ હાથ ધરવામાં આવેલ છે . આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક હિમકર સિંહ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ તથા પો.સ.ઇ.શ્રી વી.વી.ગોહિલ તથા અમરેલી એલ.સી.બી.ના એ.એસ.આઇ , મહેશભાઇ સરવૈયા , જાવિદભાઈ ચૌહાણ , હેડ કોન્સ . અજયભાઈ સોલંકી , સુખદેવભાઈ ગોંડલીયા , પો.કોન્સ . ઉદયભાઇ મેણીયા , મહેશભાઇ મુંધવા , સલીમભાઈ ભટ્ટી , રાહુલભાઈ ઢાપા દ્વારા કરવામાં આવેલ છે .
રિપોર્ટર.. ભરતભાઈ ખુમાણ રાજુલા/અમરેલી.